Petrol Price: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા પર ફરશે પાણી? ક્રૂડ ફરી એકવાર 113 ડોલરને પાર

|

May 06, 2022 | 7:46 PM

જુલાઈ 2022ના કરાર માટે બ્રેન્ટ ક્રૂડની (Brent crude) કિંમત આજે બેરલ દીઠ 113.5 ડોલર પર પહોંચી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં (trading session) ક્રૂડની કિંમત બેરલ દીઠ 110.9 ડોલરના સ્તર પર હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે.

Petrol Price:  પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા પર ફરશે પાણી? ક્રૂડ ફરી એકવાર 113 ડોલરને પાર
Crude oil prices rise (Symbolic Image)

Follow us on

જો તમે પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel) ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઈલ (Crude Oil) તમારી અપેક્ષાઓ પર કેવી રીતે પાણી ફેરવી રહ્યું છે. સ્થિતિ એવી છે કે રાહતના સંકેતો દૂરની વાત છે, હવે ફરી એકવાર તેલની કિંમતોમાં વધારો શરૂ થાય તેવી ભીતી સેવાય રહી છે. ક્રૂડના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ (Brent Crude Price) પ્રતિ બેરલ 113 ડોલરને પાર કરી ગયા છે. આ સ્તર માર્ચના અંત પછીનું સર્વોચ્ચ સ્તર છે. રશિયા પર યુરોપિયન દેશો દ્વારા પ્રતિબંધોના સંકેતોને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે OPEC+ દેશો દ્વારા તેમના ઉત્પાદનમાં મર્યાદિત વધારાને કારણે એવી પણ આશંકા છે કે માંગ સામે પુરવઠામાં ઘટાડો ચાલુ રહેશે. આ કારણે કાચા તેલમાં ઉછાળો આવ્યો છે.

ક્રૂડ ઓઈલ ક્યાં પહોંચ્યું?

જુલાઈ 2022ના કરાર માટે બ્રેન્ટ ક્રૂડની કિંમત આજે બેરલ દીઠ 113.5 ડોલર પર પહોંચી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ક્રૂડ 110.9 ડોલર પ્રતિ બેરલના સ્તરે બંધ થયું હતું. માર્ચના અંત પછી પ્રથમ વખત ક્રૂડ ઓઈલ આ સ્તરે પહોંચ્યું છે. અગાઉ, માર્ચના અંતમાં કિંમતો 113.5 ડોલરથી ઉપર પહોંચી ગઈ હતી. 18 એપ્રિલે, કિંમત બેરલ દીઠ 113.16 ડોલરના સ્તર પર બંધ થઈ ગઈ હતી, ત્યારબાદ કિંમતોમાં સતત વધઘટ થઈ રહી છે. તે જ સમયે WTI ક્રૂડ ઓઈલ બેરલ દીઠ 110 ડોલરના સ્તરથી ઉપર પહોંચી ગયું છે.

આજના વધારા સાથે ક્રૂડ ઓઈલમાં વધારાનું આ સતત ત્રીજું સત્ર બન્યું છે. યુરોપિયન દેશોના આ પ્રસ્તાવ બાદ ક્રૂડમાં વધારો જોવા મળી રહ્યો છે. જે મુજબ યુરોપ આગામી 6 મહિનામાં રશિયા પરની તેની તેલની નિર્ભરતા અને વર્ષના અંત સુધીમાં રિફાઈન ઉત્પાદનો પર તેની નિર્ભરતાનો અંત લાવશે. જોકે આ પ્રસ્તાવને બ્લોકમાં હાજર 27 દેશોનું સમર્થન મેળવવું પડશે. આ સાથે અમેરિકામાંથી ક્રૂડની માંગ વધવાના સંકેતોએ પણ કિંમતોને ટેકો આપ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગ્રાહકની અપેક્ષાઓ ક્યાં છે

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે ગ્રાહકો માટે હજુ પણ થોડી આશા છે. પ્રથમ આશા સરકાર દ્વારા ટેક્સ ઘટાડવાની છે અને બીજી આશા રશિયા દ્વારા સસ્તા દરે ઓફર કરવામાં આવતા તેલની મદદથી સરેરાશ ખરીદીમાં નીચે આવવાની છે. જો કે બંને કિસ્સામાં અનેક બાબતે મામલો અટકી ગયો છે. સરકાર આર્થિક રીતે મજબૂત રહેવા માંગે છે, તેથી સરકાર માટે તેલમાંથી થતી આવકમાં કાપ મૂકવો એ સરળ નિર્ણય નથી.

બીજી તરફ ભારત રશિયા પાસેથી તેલની આયાત વધારી રહ્યું છે. પરંતુ યુરોપ અને અમેરિકાના દબાણ વચ્ચે રશિયા પાસેથી મોટી માત્રામાં ખરીદી કરવી સરળ નથી. જ્યારે હાલમાં રશિયામાંથી આયાત તેલની કુલ જરૂરિયાત કરતાં ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં તેલની સરેરાશ ખરીદી પર તેની મોટી અસર પડે તેવી શક્યતા નથી. સરકાર રશિયા સાથે આવા દરો પર ડીલ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી જે પણ આયાત કરવામાં આવે તેની અસર કિંમતો પર જોવા મળે. જો સરકાર આમાં સફળ થાય છે તો તેલની કિંમતોમાં રાહતની આશા છે.

Next Article