Corona Effect: મહામારી સામે મજબૂત લડત માટે સરકાર આગામી બજેટમાં Covid-19 સરચાર્જ લાગુ કરી શકે છે

|

Jan 04, 2021 | 9:21 AM

દેશનું કેન્દ્રીય બજેટ એક મહિના કરતા પણ ઓછા સમયમાં રજૂ થનાર છે. સરકારે પહેલેથી જ જણાવ્યું છે કે આ બજેટ સંપૂર્ણપણે અલગ હશે. બજેટ ‘સ્વનિર્ભર ભારત’ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. આર્થિક બાબતોના નિષ્ણાતો 2021-22ના સામાન્ય બજેટ વિશે ઘણી અટકળો કરી રહ્યા છે. નવા અંદાજ મુજબ સરકાર બજેટમાં કોવિડ -19 સરચાર્જનો પણ સમાવેશ કરી શકે […]

Corona Effect: મહામારી સામે મજબૂત લડત માટે સરકાર આગામી બજેટમાં Covid-19 સરચાર્જ લાગુ કરી શકે છે

Follow us on

દેશનું કેન્દ્રીય બજેટ એક મહિના કરતા પણ ઓછા સમયમાં રજૂ થનાર છે. સરકારે પહેલેથી જ જણાવ્યું છે કે આ બજેટ સંપૂર્ણપણે અલગ હશે. બજેટ ‘સ્વનિર્ભર ભારત’ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. આર્થિક બાબતોના નિષ્ણાતો 2021-22ના સામાન્ય બજેટ વિશે ઘણી અટકળો કરી રહ્યા છે. નવા અંદાજ મુજબ સરકાર બજેટમાં કોવિડ -19 સરચાર્જનો પણ સમાવેશ કરી શકે છે.

સરકારને ભંડોળની જરૂર છે
નિષ્ણાંતો માને છે કે સરકાર કોરોના રસી માટે મહેસૂલ ખાધ અને ભારે ખર્ચને કારણે કોવિડ -19 સરચાર્જ લાદી શકે છે. આ બજેટ રોકાણકારોની અપેક્ષાઓથી બહારનું હોઈ શકે. સરકારને ભંડોળની જરૂર છે. તે પહેલેથી જ ડિસઇન્વેસ્ટમેન્ટ હેઠળ સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને ભંડોળ ઉભું કરી રહી છે.

ભારત ગ્લોબલ ગ્રોથને લીડ કરવું તૈયાર છે
ડિસેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે ભારત ગ્લોબલ ગ્રોથને લીડ કરવું તૈયાર છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકાર તેના ખર્ચમાં વધારો કરશે. આ માટે માંગ અને રોકાણની જરૂર છે. આવી સ્થિતિમાં, સરકાર માંગ વધારવા માટે નાના કરદાતાઓને આર્થિક મજબુત બનાવશે અને ટેક્સ સ્લેબમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે. બીજી તરફ સરકાર રોકાણ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ વિદેશી રોકાણને પહેલેથી જ આકર્ષિત કરી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

‘સ્વનિર્ભર ભારત’ ધ્યાન કેન્દ્રિત કરશે
સરકારે 5 વર્ષ માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ 10 મોટા ક્ષેત્રોને મદદ કરવાની જાહેરાત કરી હતી. આમાં ફાર્મા, ટેલિકોમ, ઓટોમોબાઈલ, ઓટો ઘટકો, કાપડ અને ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે આ યોજનાથી ફક્ત આ ક્ષેત્રોમાં નવી રોજગારી સાથે ઉત્પાદન ક્ષેત્રમાં પણ સુધારો થશે . વિદેશી રોકાણમાં પણ વધારો થશે.

Next Article