MONEY9: એક ચાના ખર્ચમાં સુરક્ષિત કરો તમારા ઘરને, કેવી રીતે ? જુઓ આ વીડિયો

| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:00 PM

જો અમે કહીએ કે, તમે માત્ર ચાના એક કપ જેટલી કિંમતમાં તમારા ઘરને આકસ્મિક આપત્તિઓથી સુરક્ષિત રાખી શકો છો. તો તમને કદાચ તે અતિશયોક્તિ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે. ખરાઇ કરવી હોય તો જુઓ આ સંપૂર્ણ વીડિયો.

તમે તમારી પરસેવાની કમાણીમાંથી બનાવેલા ઘરને સાવ નજીવા પ્રીમિયમ (PREMIUM)થી કુદરતી આપત્તિઓ (NATURAL CALAMITY) સામે સુરક્ષિત (SECURE) કરી શકો છો. વીમા કંપનીઓ પાસે એવી ઘણી પ્રોડક્ટ છે, જે તમને કોઈ પણ પ્રકારની કુદરતી હોનારતો કે માનવીય દુર્ઘટનાથી થતા નુકસાન સામે ઘર અને ઘરવખરીને કવર પૂરું પાડે છે. સામાન્ય રીતે આવા વીમાનું કવર 10થી 20 વર્ષ જેવા લાંબા સમયગાળા માટે સિંગલ પ્રીમિયમ પર મળે છે. તમે મકાન કે દુકાનનો વીમો ત્રણ રીતે ઉતરાવી શકો છો. એક તો, બિલ્ડિંગનો; બીજો, સરસામાનનો; અને ત્રીજો, આ બંનેનો.

 

આ પણ જુઓ:-

MONEY9: પહેલી વખત કાર ખરીદો છો? તો આ વીડિયો તમને ચોક્કસથી ફાયદો કરાવશે

આ પણ જુઓ:-

MONEY9: એર ટિકિટ સસ્તામાં મેળવવાની ટિપ્સ, જુઓ આ વીડિયો