VIDEO: કોરોના વાયરસને કારણે ટુરિઝમ સેક્ટરને ભારે નુકસાન, ટુરિસ્ટોએ ફોરેન ટુર કેન્સલ કરાવી

|

Mar 02, 2020 | 5:06 AM

કોરાના વાયરસની માઠી અસરથી અનેક ધંધા, વ્યવસાયો પડી ભાંગ્યા છે. ત્યારે તેની સીધી અસર ટુરિઝમ વ્યવસાય પર પણ પડી છે. ઉનાળુ વેકેશનમાં યુરોપ સહિતના દેશોમાં પ્રવાસે જવા ઈચ્છુક ગુજરાતીઓ હવે ટુર પેકેજો રદ કરવા લાગ્યા છે. પીક સિઝનમાં જ કોરોના વાયરસનો લોકોમાં એટલો ફફડાટ છે કે વિદેશ પ્રવાસ જતાં પણ લોકો ડરી રહ્યાં છે.   […]

VIDEO: કોરોના વાયરસને કારણે ટુરિઝમ સેક્ટરને ભારે નુકસાન, ટુરિસ્ટોએ ફોરેન ટુર કેન્સલ કરાવી

Follow us on

કોરાના વાયરસની માઠી અસરથી અનેક ધંધા, વ્યવસાયો પડી ભાંગ્યા છે. ત્યારે તેની સીધી અસર ટુરિઝમ વ્યવસાય પર પણ પડી છે. ઉનાળુ વેકેશનમાં યુરોપ સહિતના દેશોમાં પ્રવાસે જવા ઈચ્છુક ગુજરાતીઓ હવે ટુર પેકેજો રદ કરવા લાગ્યા છે. પીક સિઝનમાં જ કોરોના વાયરસનો લોકોમાં એટલો ફફડાટ છે કે વિદેશ પ્રવાસ જતાં પણ લોકો ડરી રહ્યાં છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બેંગકોક-અમદાવાદ વચ્ચે ફ્લાઈટ બંધ કરાઈ છે. સાથે જ સિંગાપોર ડ્રીમ ક્રૂઝ બંધ કરાતા બે હજાર ગુજરાતીઓએ ટિકિટો રદ કરાવી છે અને યુરોપની ટુરમાં જનારાઓને વિઝા ફી પણ માથે પડી છે. કોરોનાના સંકટના કારણે કેન્દ્ર સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. જેમાં ઈરાન, ઈટલી, ચીન સહિતના યુરોપના દેશોમાં હાલ પુરતો પ્રવાસ ટાળવા અપીલ કરાઈ છે. જેના કારણે લોકોએ ફોરેન ટુર પર જવાનું માંડી વાળ્યું છે. પરિણામે ટુર ઓપરેટરોને આર્થિક ફટકો પડ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનમાં ગુજરાતના 340 લોકો ફસાયા, વિદેશ મંત્રાલયે પરત લાવવા કામ શરૂ કર્યુ

Next Article