કોરોનાનો કહેર વધતા Hero એ લીધો મહત્વનો નિર્ણય, કંપનીએ વાહનોનું ઉત્પાદન બંધ કર્યું

|

Apr 23, 2021 | 8:27 AM

હીરો મોટોકોર્પે (Hero MotoCorp) કોરોનાના વધતા જતા કેસોને જોતા એક મોટું પગલું ભર્યું છે.

કોરોનાનો કહેર વધતા Hero એ લીધો મહત્વનો નિર્ણય, કંપનીએ વાહનોનું ઉત્પાદન બંધ કર્યું
Hero MotoCorp factory

Follow us on

હીરો મોટોકોર્પે (Hero MotoCorp) કોરોનાના વધતા જતા કેસોને જોતા એક મોટું પગલું ભર્યું છે. વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીએ કોવિડ -19 ના જોખમને કારણે કામચલાઉ ધોરણે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે તેના ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર (GPC) સહિત દેશભરમાં તેના તમામ ઉત્પાદન પ્લાન્ટ્સ પર કામચલાઉ ધોરણે ઓપરેશન્સ અટકાવી રહી છે. કંપનીએ આ ઘોષણા એવા સમયે કરી છે જ્યારે ભારતમાં કોરોનાના ૨૦ લાખથી વધુ સક્રિય કેસ નોંધાયા છે.

હીરો મોટોકોર્પ વતી જણાવવામાં આવ્યું છે કે જેટલા દિવસો સુધી વાહનોનું ઉત્પાદન બંધ રહેશે તે સમયગાળામાં પ્લાન્ટની મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે શટડાઉનને કારણે વાહનોની માંગ પૂરી કરવાની ક્ષમતાને અસર થશે નહીં.

માર્ચમાં કેવું રહ્યું વેચાણ ?
હીરો મોટોકોર્પ માર્ચ 2021 માં 5,76,957 ટુ-વ્હીલર્સનું (ઘરેલું + નિકાસ) વેચાણ કર્યું હતું જ્યારે માર્ચ 2020 માં હીરોએ 3,34,647 ટુ-વ્હીલર્સ વેચ્યા હતા. એટલે કે માર્ચ 2020 ની તુલનામાં માર્ચ 2021 માં કંપનીએ વેચાણમાં વાર્ષિક ધોરણે 72% વૃદ્ધિ નોંધાવી છે. તે જ સમયે કંપનીના વેચાણમાં ફેબ્રુઆરી 2021 સુધીમાં મહિનાના આધારે મહિનામાં 14 ટકાનો વધારો નોંધાવ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ભારતમાં ટુ-વ્હીલરનું વેચાણ
માર્ચ 2021 માં થયેલું વેચાણ માર્ચ 2020 માં થયેલું વેચાણ
5,44,340 3,16,685

 

મોટરસાયકલનું વેચાણ
માર્ચ 2021 માં થયેલું વેચાણ માર્ચ 2020 માં થયેલું વેચાણ
5,24,608 3,05,932

 

સ્કૂટરોનું  વેચાણ
માર્ચ 2021 માં થયેલું વેચાણ માર્ચ 2020 માં થયેલું વેચાણ
52,349 28,175
Next Article