કોરોના નાથવાના પ્રયાસો વચ્ચે વધુ એક ડખો, ૯૭ ટકા મોર્ટાલીટી રેટ ધરાવતી બીમારીએ અમેરિકામાં દસ્તક દીધી, ૮ શહેરોમાં એલર્ટ અપાયું

|

Sep 28, 2020 | 12:35 PM

હજુ તો કોરોના વાયરસના ભરડામાંથી છુટકારો મળ્યો નથી ત્યાં અમેરિકાના જળસ્રોતોમાંથી એક કોષીય બેક્ટેરિયા અમીબા મળી આવ્યો છે. મગજને ખોખલું કરી નાખતો આ બેક્ટેરિયા  દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પીવાના પાણીમાં મળી આવ્યો છે. મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. 8 શહેરમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. ટેક્સાસના પર્યાવરણ કમિશનની તરફથી રજૂ કરવામાં આવેલી ચેતવણીમાં નાગરિકોને […]

કોરોના નાથવાના પ્રયાસો વચ્ચે વધુ એક ડખો, ૯૭ ટકા મોર્ટાલીટી રેટ ધરાવતી બીમારીએ અમેરિકામાં દસ્તક દીધી, ૮ શહેરોમાં એલર્ટ અપાયું

Follow us on

હજુ તો કોરોના વાયરસના ભરડામાંથી છુટકારો મળ્યો નથી ત્યાં અમેરિકાના જળસ્રોતોમાંથી એક કોષીય બેક્ટેરિયા અમીબા મળી આવ્યો છે. મગજને ખોખલું કરી નાખતો આ બેક્ટેરિયા  દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પીવાના પાણીમાં મળી આવ્યો છે. મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. 8 શહેરમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.

ટેક્સાસના પર્યાવરણ કમિશનની તરફથી રજૂ કરવામાં આવેલી ચેતવણીમાં નાગરિકોને કહ્યું કે તેઓ પાણીનો ઉપયોગ કરે નહીં. અમીબા વ્યક્તિના મગજને ખોખલું કરી નાખે છે. આ બેક્ટેરિયા માટી, તળાવ, નદીઓ અને ગરમ પ્રવાહોમાં જોવા મળે છે.  જેકસન, ફ્રીપોર્ટ, એંગ્લેટન, બ્રાજોરિયા, રિચવુડ, ઓયસ્ટર ક્રિક, ક્લૂટ, રોજેનબર્ગ કુલ ૮ શહેરના લોકોનેવોટર સપ્લાયના પાણીનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે. લેક જેકસન વિસ્તારમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

Centers for Disease Control and Prevention – CDC અનુસાર અમીબાથી થતું સંક્રમણ જીવલેણ છે. બેક્ટેરિયા વ્યક્તિના મગજમાં જીવલેણ સમસ્યાઓ પેદા કરે છે. બેક્ટેરિયાની ગંભીરતા અંગેની કેટલીક માહિતી …

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
* વર્ષ  2009 થી 2018  અમીબાથી સંક્રમણના ૩૪ કેસ સામે આવ્યા
* વર્ષ 1962 થી 2018  અમીબાથી સંક્રમણના 145  કેસ સામે આવ્યા
* સારવાર આપવા છતાં  ૧૪૧ લોકો મૃત્યુ પામ્યા

સમસ્યાનો પેહલો મામલો ૮ સપ્ટેમ્બરે સામે આવ્યો હતો. સ્થાનિક 6 વર્ષના બાળક બીમાર પડ્યા બાદ તબીબી તપાસમાં તેના શરીરમાં જીવલેણ અમીબા જોવા મળ્યો હતો. આ ઘટના બાદ પાણીની તપાસ કરાઇ તો ઘટસ્ફોટ થયો હતો. સેન્ટ્રલ ઓફ ડિસીઝ કંટ્રોલ મુજબ લોકો સ્વિમિંગ કરતાં સમયે અમીબાનો શિકાર બને છે. બેક્ટેરિયા નાકમાં પ્રવેશ કરીને તેના મગજમાં પહોંચી જાય છે અને મગજના ટિશ્યુને ખાવાનું શરૂ કરી દે છે. આ પ્રકારના અમબીના સંપર્કમાં આવતા 97 ટકા લોકોનું મૃત્યુ નિશ્ચિત મનાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article