Corona Antibody Cocktail : કોરોનાની સારવાર માટે ભારતીય કંપનીએ ‘એન્ટિબોડી કોકટેલ’ તૈયાર કર્યું , 1 ડોઝની કિંમત રૂ. 60 હજાર

|

May 25, 2021 | 8:56 AM

અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ Roche India Pharma અને Ciplaએ ભારતમાં એન્ટિબોડી કોકટેલ ( Antibody Cocktail) રજૂ કરવાની જાહેરાત કરી હતી.

Corona Antibody Cocktail : કોરોનાની સારવાર માટે ભારતીય કંપનીએ એન્ટિબોડી કોકટેલ તૈયાર કર્યું , 1 ડોઝની કિંમત રૂ. 60 હજાર
Roche India Pharma અને Ciplaએ ભારતમાં એન્ટિબોડી કોકટેલ રજૂ કરવાની જાહેરાત કરી છે જેની કિંમત પ્રતિ ડોઝ રૂપિયા 60 હજાર છે

Follow us on

અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ Roche India Pharma અને Ciplaએ ભારતમાં એન્ટિબોડી કોકટેલ( Antibody Cocktail) રજૂ કરવાની જાહેરાત કરી હતી. આના એક ડોઝની કિંમત રૂપિયા 59,750 છે અને તે કોવિડ -19(Covid -19) ના અત્યંત બીમાર દર્દીઓની સારવાર માટે છે.

સિપ્લા અને રોશએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે ‘એન્ટિબોડી કોકટેલની પ્રથમ બેચ (Casirivimab and Imdevimab) ભારતમાં ઉપલબ્ધ છે જ્યારે બીજી બેચ જૂનના મધ્યભાગમાં ઉપલબ્ધ થઈ જશે. કુલ બે લાખ દર્દીઓની સારવાર કરી શકાય તેટલો ડોઝ ઉપલબ્ધ કરવાની તૈયારી છે.

સિપ્લા આ ડ્રગનું વિતરણ સમગ્ર દેશમાં તેની મજબૂત વિતરણ ક્ષમતાની મદદથી કરશે. નિવેદન મુજબ દર્દી માટે એક ડોઝની કિંમત 59,750 રૂપિયા થશે જેમાં તમામ ટેક્સનો સમાવેશ થાય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ દવા મોટી હોસ્પિટલો અને કોવિડ સારવાર કેન્દ્રો દ્વારા પણ ઉપલબ્ધ થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

DRDO ની દવા અસરદાર સાબિત થઈ રહી છે
દેશમાં રોગચાળાના ઈલાજ માટે અનેક પ્રકારની દવાઓ લાવવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેરથી અનેકલોકો પીડિત છે. થોડા દિવસો પહેલા DRDOની દવા પણ ઇમરજન્સી યુઝ તરીકે દર્દીઓ પર વાપરવામાં આવી રહી છે. કોરોના રોગચાળાની સારવારમાં ગેમ ચેન્જર બનનાર DRDO ની દેશી દવા 2DG દર્દીઓ પર સારી અસર બતાવી રહી છે. આ જ કારણ છે કે દવાઓની માંગ પણ વધી રહી છે.

2DG ડ્રગનું ઉત્પાદન વધારવા પ્રયાસ શરૂ કરાયા
આ દવા 10 હજાર સેચેટ્સથી શરૂ કરવામાં આવી છે જે પછી તેની બીજી બેચ મેના અંત સુધીમાં આવવાની સંભાવના છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને હવે સરકાર 2DG ડ્રગનું ઉત્પાદન વધારવા માટે ત્રણથી ચાર કંપનીઓને મંજૂરી આપવાનું વિચારી રહી છે. સરકારી સૂત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ડીઆરડીઓ ડ્રગ શરૂ થયા પછી તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. દવાનાસકારાત્મક અનુભવો સામે આવી રહ્યા છે.

Published On - 8:55 am, Tue, 25 May 21

Next Article