CLOSING BELL: શેરબજાર વૃદ્ધિ નોંધાવી થયું બંધ, SENSEXમાં 91 અંક અને NIFTYમાં 0.21%નો વધારો નોંધાયો

|

Jan 14, 2021 | 4:21 PM

પ્રારંભિક નરમાશ છતાં દિવસ દરમ્યાન ઉતાર-ચઢાવના અંતે આજે ભારતીય શેરબજાર (STOCK MARKET) વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે. સેન્સેક્સ (SENSEX) 91 અંક અને નિફટી(NIFTY) 30 અંક વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે.

CLOSING BELL: શેરબજાર વૃદ્ધિ નોંધાવી થયું બંધ, SENSEXમાં 91 અંક અને NIFTYમાં 0.21%નો વધારો નોંધાયો
STOCK MARKET

Follow us on

પ્રારંભિક નરમાશ છતાં દિવસ દરમ્યાન ઉતાર-ચઢાવના અંતે આજે ભારતીય શેરબજાર (STOCK MARKET) વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે. સેન્સેક્સ (SENSEX) 91 અંક અને નિફટી(NIFTY) 30 અંક વૃદ્ધિ દર્જ કરાવી બંધ થયા છે. આજના ટ્રેડિંગ સત્રના અંતે બંને ઈન્ડેક્સ 0.2 ટકા આસપાસ વધારો નોંધાવ્યો છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બજાર        સૂચકઆંક            વૃદ્ધિ 

સેન્સેક્સ    49,584.16     +91.84 

નિફટી      14,595.60      +30.75 

 

સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 402 પોઈન્ટ વધીને 49,584.16ના સ્તર પર બંધ થયું છે. ઈન્ડેક્સ આજે 49,182.37 પર નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આઈટી શેરોએ બજાર પર દબાણ બનાવ્યું હતું . સેન્સેક્સમાં એચસીએલ ટેક 2.63% ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ 30.75 પોઈન્ટ વધીને 14,595.60 પર બંધ રહ્યો છે. યુપીએલ, બીપીસીએલ અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર 3%ની મજબૂતી દર્જ કરવા સાથે બંધ થયા છે. ટીસીએસ અને આઈઓસીના શેરમાં 2%નો વધારો થયો છે. એચસીએલ ટેકના શેર 2.36% નીચા બંધ થયા છે. આ સિવાય ગ્રાસીમ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એક્સિસ બેંક અને ટેક મહિન્દ્રાના શેરમાં પણ ઘટાડો થયો છે.

 

આજના કારોબારની હાઈલાઈટ્સ આ મુજબ રહી હતી

1,    BSEમાં 3,183 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો
2,   1,505 શેર્સમાં વધારો અને ઘટાડા નોંધાયો હતો.
3,   362 શેર્સએ અપર સર્કિટ નોંધાવી છે.
4,  લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 197.65 લાખ કરોડ નોંધાઈ છે.

 

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ રહ્યો હતો.

SENSEX
Open         49,432.83
High         49,663.58
Low          49,182.37
Closing     49,584.16

NIFTY
Open       14,550.05
High        14,617.80
Low         14,471.50
Closing  14,595.60

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર SAILમાં 10 ટકા હિસ્સો વેચશે, આજથી OFS ખુલશે

Next Article