કેન્દ્ર સરકાર SAILમાં 10 ટકા હિસ્સો વેચશે, આજથી OFS ખુલશે

કેન્દ્ર સરકાર SAILમાં 10 ટકા હિસ્સો વેચશે, આજથી OFS ખુલશે

કેન્દ્ર સરકારે બુધવારે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)માં કુલ ઈક્વિટીના 10 ટકા વેચવાની યોજના બનાવી છે. તેમાંથી 5 ટકા ઈક્વિટી દ્વારા અને 5 ટકા GREENSHOE વિકલ્પ દ્વારા વેચવામાં આવશે.

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Jan 14, 2021 | 4:09 PM

કેન્દ્ર સરકારે બુધવારે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)માં કુલ ઈક્વિટીના 10 ટકા વેચવાની યોજના બનાવી છે. તેમાંથી 5 ટકા ઈક્વિટી દ્વારા અને 5 ટકા GREENSHOE વિકલ્પ દ્વારા વેચવામાં આવશે. સરકાર પાસે 20.65 કરોડ શેર વેચવાનો વિકલ્પ છે. સરકાર આ હિસ્સો ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચશે. કુલ OFSનું કદ 413,052,528 શેર છે, જેની વેલ્યુ 2,664 કરોડ રૂપિયા છે.

64 રૂપિયા શેરની કિંમત હશે

માહિતી આપતા DIPAMના સેક્રેટરીએ જણાવ્યું હતું કે શેરની ફ્લોર પ્રાઈઝ શેર દીઠ રૂ.64 નક્કી કરવામાં આવી છે. ઓફ્સ નોન -રિટેઈલ રોકાણકારો માટે આજે ખોલવામાં આવશે. આ સિવાય શુક્રવારે એટલે કે 15 જાન્યુઆરીએ તે છૂટક રોકાણકારો માટે ખુલ્લું રહેશે. OFSનું કુલ કદ 206,526,264 ઈક્વિટી શેર છે, જેની ફેસ વેલ્યૂ શેર દીઠ 10 રૂપિયા હશે. સ્ટીલ મંત્રાલય હેઠળ સેલ ભારતનું સૌથી મોટું સ્ટીલ ઉત્પાદક છે, જેની વાર્ષિક ક્ષમતા દર વર્ષે આશરે 21 મિલિયન ટન છે. સેલમાં સરકારનો 75% હિસ્સો છે. ડિસેમ્બર 2014માં તેણે સ્ટીલ CPSEમાં 5% હિસ્સો વેચ્યો હતો.

ઉત્પાદનમાં થયો છે વધારો

સેલ દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બરમાં ઉત્પાદનમાં 9% જેટલો વધારો થયો છે. કંપનીએ આ સમયગાળામાં લગભગ 4.37 મિલિયન ટન ઉત્પાદન કર્યું છે. સેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીએ એક વર્ષ પહેલા 4 એમટી રો સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, તેનું કુલ વેચાણ 4.32 મેટ્રિક ટન હતું, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળા કરતા 6 ટકા વધારે હતું.

આ પણ વાંચો: TRACTOR MARCH: ખેડૂત નેતાનું એલાન-26 જાન્યુઆરીએ ફક્ત આ જ જગ્યા પર થશે ટ્રેક્ટર માર્ચ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati