AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Closing Bell : ઉતાર – ચઢાવના અંતે નરમાશ સાથે બંધ થયું બજાર, SENSEX 53 અંક તૂટ્યો અને NIFTY 15,740 સુધી સરક્યો

ઉતાર - ચઢાવના અંતે આજે શેરબજાર(Stock Market) આખરે લાલ નિશાન નીચે બંધ થયું(Closing Bell) છે.

Closing Bell : ઉતાર - ચઢાવના અંતે નરમાશ સાથે બંધ થયું બજાર, SENSEX 53  અંક તૂટ્યો અને NIFTY 15,740 સુધી સરક્યો
શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું હતું.
| Updated on: Jun 08, 2021 | 4:05 PM
Share

ઉતાર – ચઢાવના અંતે આજે શેરબજાર(Stock Market) આખરે લાલ નિશાન નીચે બંધ થયું(Closing Bell) છે. આજના કારોબારના અંતે નિફ્ટી 15,740 પર બંધ થયો છે અને સેન્સેક્સએ 52275.57 પર કારોબાર સમાપ્ત કર્યો છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 53 અંકો સુધીના ગોથા લગાવ્યા છે તો નિફ્ટીએ 11 અંક સરક્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર         સૂચકઆંક        ઘટાડો સેન્સેક્સ    52,275.57     −52.94  નિફટી       15,740.10     −11.55 

સેન્સેક્સ 0.10% અને નિફ્ટી 0.07% તૂટ્યો છે. આજે રોકાણકારોનું ધ્યાન મોટી કંપનીઓ કરતા નાની અને મધ્યમ કંપનીઓના શેરની ખરીદોરી તરફ વધુ હતું. નિફ્ટીના 27 શેરમાં મજબૂતી અને 22 શેર નબળા રહ્યા હતા. નિફ્ટીને ઈન્ફોસિસ, ભારતી એરટેલ, આઇટીસી, એચસીએલ ટેક અને ટીસીએસના શેરની ખરીદીનો ટેકો મળ્યો હતો. બીજી તરફ એચડીએફસી બેંક, એચડીએફસી, આરઆઈએલ, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંકમાં વેચવાલીએઇન્ડેક્સ પર પર દબાણ બનાવ્યું હતું.

આજે સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં સારી શરૂઆત મળી હતી. સેન્સેક્સ 100 અંક સાથે 52,429 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 22 અંકના વધારા સાથે 15,774 પર ખુલ્યો હતો. નિફ્ટીએ આજે ​​15,778 ની ઓલ-ટાઇમ હાઈ સપાટી પણ બતાવી હતી. ગઈકાલે કારોબારના દિવસે સેન્સેક્સ 228 અંક એટલે કે 0.44% ની મજબૂતી સાથે 52,328 પર અને નિફ્ટી 0.52% મુજબ 81.40 પોઇન્ટના વધારા સાથે 15,752 પર બંધ રહ્યો હતો.

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વધારો જોવા મળ્યો છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.38 ટકા સુધી ઉછળીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.60 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.93 ટકા વધીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.01 ટકાના ઘટાડાની સાથે 35,085.30 ના સ્તર પર બંધ થયો છે.

આજના કારોબારની હાઈલાઈટ્સ SENSEX Open   52,428.72 High    52,432.43 Low     52,135.04

NIFTY Open    15,773.90 High    15,778.80 Low     15,680.00

g clip-path="url(#clip0_868_265)">