Closing bell : નબળી શરૂઆત છતાં બજારે મજબૂત સ્થિતિમાં કારોબાર પૂર્ણ કર્યો, SENSEX 230 અને NIFTY 63 અંક વધ્યાં

|

Jun 21, 2021 | 4:36 PM

આજે સેન્સેક્સ(Sensex) 230 અંક મુજબ 0.44% ની મજબૂતી સાથે 52,574 પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટી(Nifty)એ 0.4% અનુસાર 63 અંકના વધારા સાથે 15,746 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

Closing bell : નબળી શરૂઆત છતાં બજારે  મજબૂત સ્થિતિમાં કારોબાર પૂર્ણ કર્યો, SENSEX 230 અને NIFTY 63 અંક વધ્યાં
Stock Market

Follow us on

Closing bell : ભારતીય શેરબજાર(Stock Market)માં સતત બે કારોબારી દિવસના ઘટાડા બાદ આજે તેજી નજરે પડી હતી. આજે સેન્સેક્સ(Sensex) 230 અંક મુજબ 0.44% ની મજબૂતી સાથે 52,574 પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટી(Nifty)એ 0.4% અનુસાર 63 અંકના વધારા સાથે 15,746 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર          સૂચકઆંક            વધારો
સેન્સેક્સ     52,574.46     +230.01 (0.44%)
નિફટી        15,746.50     +63.15 (0.40%)

આજે નિફ્ટી ઇન્ડેક્સના 50 માંથી 35 શેર વધારા સાથે બંધ થયા છે જ્યારે સેન્સેક્સના 30 માંથી 22 શેરમાં તેજી દર્જ થઇ છે. નબળી શરૂઆત છતાં બજાર મજબૂત સ્થિતિ સુધી પહોંચી તેજી સાથે કારોબાર પૂર્ણ કરવામાં સફળ રહ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મોટા શેરોમાં રિકવરી વચ્ચે નાના અને મધ્યમ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ 0.79% અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 0.65% વધ્યો હતો. PSU ઇન્ડેક્સમાં સૌથી વધુ 4.11% સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. નબળા પાસ ઉપર નજર કરીએ તો નિફ્ટીના ઓટો -0.41% અને આઇટી -0.28% માં નબળાઇ દેખાઈ હતી.

સોમવારે બીએસઈ સેન્સેક્સ અગાઉના બંધ સ્તર કરતા લગભગ 600 પોઇન્ટના ઘટાડા સાથે 51,887 પોઇન્ટ પર ખુલ્યો હતો. એનએસઈ નિફ્ટીએ પણ લગભગ 150 પોઇન્ટની નબળી શરૂઆત આપી હતી. આ સાથે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 225.83 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે શુક્રવારે તે 227.33 લાખ કરોડ રૂપિયા હતો.

ઉલ્લેખનીય છે કે યુએસ ફેડ રિઝર્વના ટોચના અધિકારી જીમ બાલાર્ડે બે દિવસ પહેલા કહ્યું હતું કે ઇંટ્રેસ્ટ રેતમાં પહેલો વધારો 2022 ના અંત સુધીમાં થઈ શકે છે. તેમના નિવેદન બાદ વિશ્વભરના શેર બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

આજના કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open     51,887.55
High      52,629.18
Low       51,740.19

NIFTY
Open    15,525.85
High    15,765.15
Low     15,505.65

 

Published On - 4:36 pm, Mon, 21 June 21

Next Article