Chhota Udaipur: છોટાઉદેપુર વિસ્તારમાં આદિવાસીઓ માટે આધારસ્તંભ સમા ડોલોમાઇટ પથ્થર ઉદ્યોગને લાગ્યું મહામારીનું ગ્રહણ

|

Jun 26, 2021 | 3:49 PM

Chota Udaipur : કોરોના મહામારીને કારણે ડોલોમાઈટ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ડોલોમાઈટ ઉદ્યોગનો ધંધો છેલ્લા 2 વર્ષમાં 40 ટકા ભાંગી ગયો છે.

Chhota Udaipur: છોટાઉદેપુર વિસ્તારમાં આદિવાસીઓ માટે આધારસ્તંભ સમા ડોલોમાઇટ પથ્થર ઉદ્યોગને લાગ્યું મહામારીનું ગ્રહણ
ડોલોમાઇટ પથ્થર ઉદ્યોગને લાગ્યું મહામારીનું ગ્રહણ

Follow us on

Chhota Udaipur : ડોલમાઇટ (dolomite ) પથ્થરનો ધંધો છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા આઠ દાયકાથી ચાલી રહ્યો છે. પરંતુ કોરોના મહામારીને કારણે 2 વર્ષ જેટલા સમયથી આ ઉદ્યોગ મરણપથારીએ છે.  પહેલા 100થી વધુ કારખાના હતા પરંતુ હાલ તો આ કારખાનાને મંદીનું ગ્રહણ લાગી ગયું છે. ડોલોમાઈટ ઉદ્યોગએ (dolomite industry) છોટાઉદેપુરમાં રોજગારીનું માધ્યમ છે.

છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવતા 80 જેટલા કારખાના આવેલા આવેલા છે. જયારે 20 જેટલી ખાણો ડોલોમાઈટ પથ્થરની છે. કોરોનાને કારણે આ ઉદ્યોગ ભાંગી પડયો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં કોઈ માલ સપ્લાય ના થતા ડોલોમાઈટ ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ડોલોમાઈટની ખાણોમાંથી ખોદકામ કરીને પથ્થર કાઢવામાં આવે છે. આ બાદ આ પથ્થરનો પાઉડર બનાવવા માટે ફેકટરીમાં મોકલવામાં આવે છે. આ ઉદ્યોગથી હજારો લોકોને રોજગારી મળી હતી. હાલ આ બધા જ બેરોજગાર થઇ ગયા છે. કોરોનાને લઈને આ ઉદ્યોગને 6 કરોડથી વધુનું નુકસાન થયું છે. ડોલોમાઈટ પથ્થરનો પાઉડર દેશના અલગ-અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે. પરંતુ હાલ કોરોનાને કારણે માલ મોકલી શકાતો નથી. નોંધનીય છે કે , અગાઉના 2 વર્ષપહેલા જે ધંધો હતો તે પૈકી 40 ટકા ધંધો ઓછો થઇ ગયો છે. તો કારખાના કેમ ચલાવવા એ પણ પ્રશ્ન છે.

Next Article