ચીન સામે સીમા વિવાદ બાદ ચાઈનીઝ રમકડા સામે સ્વદેશી રમકડાની માગ વધી, વાર્ષિક 16 હજાર કરોડનો વેપાર

|

Sep 17, 2020 | 8:28 PM

ભારત-ચીન સીમા તણાવ અને ભારતીય સૈનિકો ઉપર હુમલાની ઘટનાઓ બાદ ચીન વિરોધી જુવાળનો લાભ ભારતીય રમક્ડા ઉત્પાદકોને મળી રહ્યો છે. ભારતીય બજારમાં સ્વદેશી રમકડાંની માગ વધી છે. દેશમાં રમકડાંનો આશરે રૂ. 16 હજાર કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જેમાં સ્થાનિક ઉત્પાદન માત્ર રૂ. 4 હજાર કરોડ છે, જયારે 12 હજાર કરોડના રમકડાંની આયાત થાય છે. […]

ચીન સામે સીમા વિવાદ બાદ ચાઈનીઝ રમકડા સામે સ્વદેશી રમકડાની માગ વધી, વાર્ષિક 16 હજાર કરોડનો વેપાર

Follow us on

ભારત-ચીન સીમા તણાવ અને ભારતીય સૈનિકો ઉપર હુમલાની ઘટનાઓ બાદ ચીન વિરોધી જુવાળનો લાભ ભારતીય રમક્ડા ઉત્પાદકોને મળી રહ્યો છે. ભારતીય બજારમાં સ્વદેશી રમકડાંની માગ વધી છે. દેશમાં રમકડાંનો આશરે રૂ. 16 હજાર કરોડનો વાર્ષિક વેપાર થાય છે, જેમાં સ્થાનિક ઉત્પાદન માત્ર રૂ. 4 હજાર કરોડ છે, જયારે 12 હજાર કરોડના રમકડાંની આયાત થાય છે. રમકડાં બજારમાં ચીનનો દબદબો છે. ભારતમાં રમકડાંની કુલ માંગના 50 ટકા રમકડાં ચીનમાંથી આવે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટોય્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અનુસાર boycott chinese product મુમેન્ટ બાદ છેલ્લા કેટલાક દિવસમાં સ્વદેશી રમકડાંની માગ 25 ટકા સુધી વધી છે. દેશી રમકડાંની તુલનાએ ચાઈનીઝ રમકડાં 40 ટકા સસ્તાં છે, પરંતુ ઈન્ડિયન ટોય્સ મેન્યુફેક્ચરર હરીફ ચીન સાથે મુકાબલો કરવા મેદાનમાં ઉતર્યા છે. સ્થાનિક રમકડાં ઉત્પાદકો અનુસાર હાલમાં આયાત ઉપર નભતા ભારતીય રમકડાં બજારમાં બદલાવ લાવી આત્મનિર્ભર મિશન અંતર્ગત આગામી 2થી 3 વર્ષમાં રૂ. 16 હજાર કરોડનું સ્વદેશી માર્કેટ બનવા સાથે રમકડાંની નિકાસ કરવા આયોજન કરાઈ રહ્યું છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article