ચેક બાઉન્સ થવા પર હવે નહી થાય જેલ, નાંણાવિભાગે મુક્યો પ્રસ્તાવ, 19 જેટલા મામલાઓને નહી મનાશે ગુના

|

Jun 11, 2020 | 11:17 AM

કોરોનાંના કપરા સમયકાળ દરમિયાન ઉદ્યોગ અને વ્યવસાય જગત પર આવી પડેલા મુશ્કેલીનાં સમયમાં સરકારે મદદનાં ભાગરૂપે કેટલાક કાયદાનાં ઉલ્લંઘન સંબધિત ગુનાઓમાં રાહત વર્તી છે. સરકારે ખાસ કરીને ચેક બાઉન્સ, લોનનાં બાકી દેવા સહિતનાં મહત્વનાં 19 કાયદાનાં ઉલ્લંઘનોને ગુનાની શ્રેણીમાંથી હટાવી દેવા માટે પ્રસ્તાવ મુક્યો છે. સરકારે ચેક બાઉન્સ, બેંકની લોનનાં હપ્તા ચુકવવા સંબધિત સરફેસી કાયદો, […]

ચેક બાઉન્સ થવા પર હવે નહી થાય જેલ, નાંણાવિભાગે મુક્યો પ્રસ્તાવ, 19 જેટલા મામલાઓને નહી મનાશે ગુના
http://tv9gujarati.in/check-bounce-tha…-laabyu-prastaav/

Follow us on

કોરોનાંના કપરા સમયકાળ દરમિયાન ઉદ્યોગ અને વ્યવસાય જગત પર આવી પડેલા મુશ્કેલીનાં સમયમાં સરકારે મદદનાં ભાગરૂપે કેટલાક કાયદાનાં ઉલ્લંઘન સંબધિત ગુનાઓમાં રાહત વર્તી છે. સરકારે ખાસ કરીને ચેક બાઉન્સ, લોનનાં બાકી દેવા સહિતનાં મહત્વનાં 19 કાયદાનાં ઉલ્લંઘનોને ગુનાની શ્રેણીમાંથી હટાવી દેવા માટે પ્રસ્તાવ મુક્યો છે.

સરકારે ચેક બાઉન્સ, બેંકની લોનનાં હપ્તા ચુકવવા સંબધિત સરફેસી કાયદો, જીવન વીમો, પેન્શન, પીએફ,આરડીએ, રીઝર્વ બેંક, રાષ્ટ્રીય રહેઠાણ બેંક લો , બેંકીંગ, ચીટ ફંડ સહિતનાં 19 કાયદાઓને વિવિધ નિયમો મુજબ ઉલ્લંઘનો માટે થનારી જેલ ને ગુના ક્ષેત્રમાંથી હટાવી દેવાનો પ્રસ્તાવ મુક્યો છે. મંત્રાલયનું કહેવું છે કે આને લઈને કારોબારમાં વેપારીઓ નિશ્ચિંત પણે સુગમતાથી આગળ વધી શકશે જેને લઈને અદાલતી કાર્યવાહી સાથે જેલ પર વધી રહેલા બોજાથી છુટકારો મેળવવામાં પણ રાહત મળી રહેશે. મંત્રાલયે પોતાના આ પ્રસ્તાવ પર સંબધિત પક્ષોને 23 જૂન સહિતમાં પોતાના વિચારો રજૂ કરવા માટે કહ્યું છે.

સૌનો સાથ સૌનો વિશ્વાસ અને સહકારનાં ઉદ્દેશ્યને મેળવવા માટે આ પ્રસ્તાવને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે અલગ અલગ પક્ષ તરફથી જે પ્રકારે સુઝાવ મળ્યા બાદ જ આર્થિક વિભાગ તેના પર નિર્ણય લેશે કે કયો કાયદો બિઝનેશ વેપારને સુગમતાથી આગળ વધવા માટે મહત્વપૂર્ણ બની રહેશે જેના આધાર પર સુધારો વધારો કરવામાં આવશે. નાંણા પ્રધાન નિર્મલા સિતારમણે પ્રધાનમંત્રીનાં 21 લાખ કરોડ રૂપિયાના પેકેજમાં જાહેર કરવામાં આવેલા હપ્તા મુજબ તેના છેલ્લા હપ્તાની જાહેરાત કરતા સમયે કહ્યું હતું કે નાના ટેકનીકીલી પ્રકારનાં આર્થિક ગુનાને કાયદાનાં ઉલ્લંઘનની શ્રેણીમાંથી બહાર લઈ જવાશે કે જેથી વેપારીઓને પણ સુગમતા રહે અને તે વેપારનું  વિસ્તરણ કરી શકે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Next Article