Cheapest Gold Loan: ગોલ્ડ લોન લેવા વેચારી રહ્યા છો? જાણો કઈ બેંક કયા દરે લોન આપે છે

|

Mar 30, 2021 | 8:07 AM

Cheapest Gold Loan: કેટલીકવાર જ્યારે અચાનક પૈસાની જરૂર પડે છે. આ સામે મર્યાદિત વિકલ્પોનો પડકાર પણ સામે રહેતો હોય છે. જો બેંકમાંથી સામાન્ય લોન લેવાની ઇચ્છા ન હોય તો ગોલ્ડ લોન સારો વિકલ્પ બની શકે છે.

Cheapest Gold Loan: ગોલ્ડ લોન લેવા વેચારી રહ્યા છો? જાણો કઈ બેંક કયા દરે લોન આપે છે
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Cheapest Gold Loan: કેટલીકવાર જ્યારે અચાનક પૈસાની જરૂર પડે છે. આ સામે મર્યાદિત વિકલ્પોનો પડકાર પણ સામે રહેતો હોય છે. જો બેંકમાંથી સામાન્ય લોન લેવાની ઇચ્છા ન હોય તો ગોલ્ડ લોન સારો વિકલ્પ બની શકે છે. ગોલ્ડ લોન બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી મળી શકે છે અને તે પર્સનલ લોન કરતા સસ્તી છે. ઓછા જોખમને લીધે બેંકો, NBFC અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી સોનું ગીરવે મૂકીને લોન સરળતાથી મેળવી શકાય છે.

ગોલ્ડ લોન લેતા પેહલા આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે
1- લોન પહેલાં, હંમેશા ધ્યાનમાં રાખો કે તમારું સોનું 18 કેરેટથી ઓછું ન હોવું જોઈએ કારણ કે ઘણી બેંકો 18 કેરેટથી ઓછા સોના પર લોન આપતી નથી.
2- ગોલ્ડ લોન લેવા માટે આધાર અથવા પાનકાર્ડ ફરજિયાત છે.
3- સામાન્ય લોનની જેમ સોના પણ વિવિધ સમયગાળા માટે આપવામાં આવે છે. બેંકો દ્વારા સામાન્ય સોનાની લોન 3 મહિનાથી 36 મહિના સુધી આપવામાં આવે છે.
4- સરકારી બેંકો પાસેથી ગોલ્ડ લોન મેળવવાનો પ્રયાસ કરો કારણ કે અહીં વ્યાજ દર ઓછો રહેતો હોય છે.

કઈ બેંક કેટલું વ્યાજ લે છે?
       બેંક                              વ્યાજ દર
• પંજાબ એન્ડ સિંધ બેંક        7.00%
બેન્ક ઓફ ઇન્ડિયા               7.35%
• એસબીઆઈ                     7.50%
• કેનેરા બેંક                         7.65%
• કર્ણાટક બેંક                      8.42%
• ઇન્ડિયન બેંક                     8.50%
• યુકો બેંક                          8.50%
• ફેડરલ બેંક                        8.50%
• પીએનબી                        8.75%
• યુનિયન બેંક                     8.85%
(સ્રોત: bankbazaar.com, આંકડા: 23 માર્ચ, 2021 મુજબ )

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોના પર 90% સુધીની લોન મેળવવાની યોજનાના છેલ્લા દિવસો બાકી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તેના મકાનમાં પડેલા સોનાના દાગીનાના ભાવના 90 ટકા સુધીની લોન લઈ શકે છે. એટલેકે કોઈપણ વ્યક્તિ બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની પાસે સોનાના દાગીના ગીરો મૂકીને સારી લોન લઈ શકે છે.પરંતુ તમે તેનો લાભ ફક્ત 31 માર્ચ 2021 સુધી લઈ શકો છો.

Next Article