કોરોનાકાળમાં સામાન્ય ભારતીયની વિચારસરણીમાં આવ્યો બદલાવ, લોકો ખર્ચ ઘટાડી આકસ્મિક ફંડ ઉપર ભાર આપી રહ્યા છે

|

Sep 24, 2020 | 11:46 AM

કોરોનાએ સામાન્ય ભારતીયની ગ્રાહક તરીકેની વિચારસરણીમાં મોટો ફેરફાર લાવ્યો છે. લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે.  રોકડ હાથ પર રાખી કોઈ મોટા આકસ્મિક ખર્ચ માટે કે વિપરીત  પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન ઉપર ભાર મૂકી રહ્યા છે. લોકો માત્ર  ખપ પૂરતી ખરીદી કરી બિનજરૂરી ખર્ચ ન થાય તેનું વધુ ધ્યાન આપે છે. પરિવારોએ આકસ્મિક ખર્ચ જેવા […]

કોરોનાકાળમાં સામાન્ય ભારતીયની વિચારસરણીમાં આવ્યો બદલાવ, લોકો ખર્ચ ઘટાડી આકસ્મિક ફંડ ઉપર ભાર આપી રહ્યા છે

Follow us on

કોરોનાએ સામાન્ય ભારતીયની ગ્રાહક તરીકેની વિચારસરણીમાં મોટો ફેરફાર લાવ્યો છે. લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે.  રોકડ હાથ પર રાખી કોઈ મોટા આકસ્મિક ખર્ચ માટે કે વિપરીત  પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન ઉપર ભાર મૂકી રહ્યા છે. લોકો માત્ર  ખપ પૂરતી ખરીદી કરી બિનજરૂરી ખર્ચ ન થાય તેનું વધુ ધ્યાન આપે છે. પરિવારોએ આકસ્મિક ખર્ચ જેવા રિઝર્વ ફંડ પણ હાથ ઉપર રાખ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

લૉકડાઉન અમલમાં આવ્યું ત્યારથી દેશમાં કુલ ૨૪.૦૯ લાખ કરોડ રૂપિયાનું ચલણ વ્યવહારમાં હતું. લૉકડાઉન દરમિયાન જનજીવન ઠપ્પ રહ્યું છે. બજારો અને ઑફિસો બંધ રહેવાથી ગ્રાહકોની ખરીદી ઘટવાથી વ્યવહારમાં રહેલું ચલણ ઘટી  હાથ પર રોકડનું પ્રમાણ વધ્યું હતું. ૨૦ મેથી અનલોકની શરૂઆત થતા વ્યવહારમાં ચલણ ૨.૦૧ લાખ કરોડ રૂપિયા વધી ૨૬.૧૧ લાખ કરોડ રૂપિયા થયું હતું. ૧૧ સપ્ટેમ્બરે સ્થિતિ વધુ  થોડી સુધારીને ૨૬.૯૬ લાખ કરોડ રૂપિયા થઈ છે પણ જોકે લૉકડાઉન ખુલ્યા પછી પણ  લોકો હજી પણ માર્યાદિત ખરીદી કરી રહ્યા છે.
બજારમાં હજી પણ લોકો માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. એવી ચીજો કે જેની આવશ્યકતા હોય એના પર વધારે ભાર છે. કોરોના વાઇરસનો વ્યાપ ભારતમાં સતત વધી રહ્યો છે અને એનાથી લૉકડાઉન ફરી આવશે એવો સતત ડર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, પગારમાં ઘટાડો, નોકરી ગુમાવવાથી આવકમાં પડેલી ખોટ અને એની અસર પણ લોકોની ખરીદી પર જોવા મળી રહી છે.

Credit Rating Information Services of India Limited –  CRISIL અનુસાર કૃષિના લીધે ગ્રામ્ય અર્થતંત્રને ટેકો ચોક્કસ મળશે પણ વર્તમાન નાણાકીય વર્ષમાં કન્ઝમ્પ્શન ચોક્કસ ઘટશે. પ્રવાસન, સ્પોર્ટ્સ, મનોરંજન,  હોટેલ્સ અને રેસ્ટોરાંજેવી સેવાઓ હવે છ મહિનાથી ઠપ્પ જેવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article