કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર પહેલા લાવશે નવી વિદેશ વેપાર નીતિ, નિકાસ વધારવાનો અને રોજગારીનું સર્જનનો હેતુ

|

Jul 03, 2022 | 10:49 PM

વાણિજ્ય મંત્રાલય (commerce ministry) આ વર્ષે સપ્ટેમ્બર પહેલા નવી પાંચ વર્ષની વિદેશી વેપાર નીતિ (FTP) લાવવાની તૈયારી કરી રહ્યું છે. દરેક જિલ્લાને નિકાસ હબ બનાવવાની યોજના પણ દસ્તાવેજનો ભાગ હશે.

કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર પહેલા લાવશે નવી વિદેશ વેપાર નીતિ, નિકાસ વધારવાનો અને રોજગારીનું સર્જનનો હેતુ
File Image

Follow us on

વાણિજ્ય મંત્રાલય આ વર્ષે સપ્ટેમ્બર પહેલા નવી પાંચ વર્ષની વિદેશી વેપાર નીતિ (FTP) લાવવાની તૈયારી કરી રહ્યું છે. દરેક જિલ્લાને નિકાસ (Export) કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની યોજના પણ દસ્તાવેજનો ભાગ હશે. આ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે FTPનો હેતુ નિકાસ પ્રોત્સાહન અને રોજગાર (Employment) સર્જન હશે. વાણિજ્ય મંત્રાલય હેઠળના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) આ નીતિ તૈયાર કરી રહ્યું છે. તેઓ ટૂંક સમયમાં આ યોજના માટે ભંડોળની ફાળવણી માટે નાણાં મંત્રાલયને આ પ્રસ્તાવ મોકલશે.

નિકાસ માટે જિલ્લાઓ પસંદ કરવામાં આવશે

અધિકારીએ કહ્યું કે, આ યોજના હેઠળ શરૂઆતમાં 50 એવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમના ઉત્પાદનોને આગળ લઈ જઈ શકાય અને જેની નિકાસની વિશાળ સંભાવના છે. ડીજીએફટી સ્પર્ધા દ્વારા આ જિલ્લાઓની પસંદગી કરે છે. અધિકારીએ કહ્યું કે જે રાજ્યો અને જિલ્લાઓ આ યોજના હેઠળ નાણાકીય પ્રોત્સાહન મેળવવા માંગે છે તેઓએ તેના માટે સ્પર્ધા કરવી પડશે. દેશમાં કુલ 750 જિલ્લાઓ છે. અધિકારીએ કહ્યું કે તે રાજ્યો અને જિલ્લાઓ વચ્ચે એક પ્રકારની સ્પર્ધા હશે. તેમણે કહ્યું કે અમે આ માટે વિગતવાર માર્ગદર્શિકા સાથે આવીશું. આ સ્કીમને FTPમાં પણ સામેલ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે આ કેન્દ્ર પ્રાયોજિત યોજના હશે. તેનો 60 ટકા બોજ કેન્દ્ર ઉઠાવશે અને બાકીનો ખર્ચ રાજ્યોએ ઉઠાવવો પડશે. તેણે કહ્યું કે તેમનો પ્રયાસ સપ્ટેમ્બર પહેલા FTP રિલીઝ કરવાનો છે.

વર્તમાન નીતિ સપ્ટેમ્બર 2022 સુધી લાગુ

વાણિજ્ય મંત્રાલયના દસ્તાવેજ અનુસાર રાજ્યોએ નિકાસ પ્રોત્સાહન પ્રવૃત્તિઓમાં સક્રિયપણે રસ દાખવવો પડશે. તેમની ભાગીદારી વિના નિકાસ વધશે નહીં. જિલ્લાઓને નિકાસ હબમાં રૂપાંતરિત કરવાની યોજનાનો ઉદ્દેશ્ય નિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને પાયાના સ્તરે રોજગારીનું સર્જન કરવાનો છે. વર્તમાન વિદેશી વેપાર નીતિ (2015-20) સપ્ટેમ્બર 2022 સુધી અમલમાં છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ સિવાય તમને જણાવી દઈએ કે ભારત અને યુરોપિયન યુનિયને પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે શુક્રવારે પ્રથમ રાઉન્ડની વાતચીત પૂર્ણ કરી હતી અને મંત્રણાનો આગામી રાઉન્ડ સપ્ટેમ્બરમાં બ્રસેલ્સમાં યોજાશે. વાણિજ્ય મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી. આ કરારનો હેતુ બંને પક્ષો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવાનો છે. ભારત અને યુરોપિયન યુનિયને પ્રસ્તાવિત વેપાર રોકાણ અને ભૌગોલિક સંકેત (GI) કરારો પર આઠ વર્ષ પછી 17 જૂને ફરી વાટાઘાટો શરૂ કરી હતી.

Next Article