કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી 2022માં બીજી વખત નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગઈ છે. જેના કારણે સોનાની માગ 11 વર્ષની ટોચે પહોંચી હતી. વાસ્તવમાં આર્થિક મંદીના ડરને કારણે કેન્દ્રીય બેંકો દર વર્ષે સોનું ખરીદી રહી છે. કેન્દ્રીય બેંકો મુખ્યત્વે તેમની ફોરેક્સ બાસ્કેટમાં વૈવિધ્ય લાવવા માટે સોનું ખરીદે છે. છેલ્લા 10 મહિનામાં કિંમતો સર્વોચ્ચ સ્તરે પહોંચી જતાં ભારતમાં સ્થાનિક વેચાણને મોટો ફટકો પડ્યો છે, જેનાથી ઓછી માગ, ઉચ્ચ અસ્થિરતા અને અનિશ્ચિતતાના સંકેત મળી રહ્યા છે.
આ પણ વાંચો: Budget Session : સંસદમાં PM મોદી ખાસ બ્લુ જેકેટ પહેરેલા જોવા મળ્યા, બે દિવસ પહેલા જ મળી છે ગીફ્ટ
મહામારીની વાપસી, બે યુરોપીયન દેશો વચ્ચે યુદ્ધ, લિક્વિડિટીમાં ઘટાડો, ઉચ્ચ અસ્થિરતા, કોમોડિટીના ભાવમાં ઉછાળો, કરન્સી યુદ્ધ, ફુગાવો વધારો વગેરેને કારણે, 2022 માં ઘણી અર્થવ્યવસ્થાઓ મંદીમાં હતી. ભલે જ અનિશ્ચિતતાના સમયમાં રોકાણકારો સોનામાં રોકાણ કરી રહ્યા છે પરંતુ ચમકદાર ધાતુ સેફ હેવન હોવાને સાથે બોન્ડ યીલ્ડ્સ પણ ખૂબ જ આકર્ષક હતી. બીજી તરફ સેન્ટ્રલ બેંકોને પણ તેની અસર જોવા મળી રહી છે.
કોઈપણ દેશના ચલણનું મૂલ્યાંકન તેના વિદેશી મુદ્રા ભંડાર દ્વારા કરવામાં આવે છે. મોટાભાગના દેશો લાંબા ગાળાના બોન્ડના બદલામાં ડોલર ધરાવે છે. 2022 માં, ભારતીય રૂપિયો ડોલર સામે નોંધપાત્ર રીતે નબળો પડ્યો છે. આરબીઆઈએ તેના ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ રૂપિયાને નિયંત્રિત કરવા માટે કર્યો હતો, જ્યારે સોનામાં રોકાણમાં પણ વૈવિધ્યીકરણ કર્યું હતું.
ચીન અને રશિયા જેવા અન્ય દેશોએ પણ આવું જ કર્યું. કેન્દ્રીય બેંકોની ખરીદીને કારણે 2022માં સોનાની માગ 11 વર્ષની ટોચે પહોંચી હતી અને ખરીદી 18 ટકા વધીને 4,741 ટન થઈ હતી. તે લગભગ 2011 જેટલી જ રહી. છેલ્લી વખત સેન્ટ્રલ બેંકોએ આટલું સોનું 1967માં ખરીદ્યું હતું, જ્યારે યુએસ ડૉલરને પણ મેટલનો ટેકો મળ્યો હતો. સેન્ટ્રલ બેંકોએ તેમના ચલણ અનામતમાં વિવિધતા લાવવા અથવા ડોલર ખરીદવાનું પસંદ કર્યું.
શું છૂટક રોકાણકારોએ પણ સેન્ટ્રલ બેંકોના માર્ગને અનુસરવું જોઈએ? ના, તે જરૂરી નથી. વાસ્તવમાં, કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદીને કારણે સોનાના ભાવ એટલા ઊંચા થઈ ગયા છે કે તે સ્તર પર બહુ ઓછા ગ્રાહકો છે. સોનાનું ડિસ્કાઉન્ટ છેલ્લા 10 મહિના દરમિયાન સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે, કારણ કે ભાવમાં ઉછાળાને કારણે સ્થાનિક વેચાણને ફટકો પડ્યો છે.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, ડીલરો સત્તાવાર સ્થાનિક કિંમતો પર 42 ડોલર પ્રતિ ઔંસ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે, જ્યારે ગયા સપ્તાહ સુધી ડિસ્કાઉન્ટ 24 ડોલરના સ્તર પર હતું. બજારમાં ગોલ્ડ ઇટીએફ પણ ખરીદનાર નથી. તેઓ 2022માં 110 ટનના વેચાણ સાથે ચોખ્ખા વિક્રેતા હતા, જેમાં અમેરિકા આ મામલે અગ્રણી હતું.
સોનાના ભાવ સ્થિર રહેવાનું એક કારણ સેન્ટ્રલ બેંકની ખરીદી છે. સોનાની કિંમતની પઝલનો આ સૌથી મુશ્કેલ ભાગ છે. સેન્ટ્રલ બેંકો સાથે જોડાયેલા મોટાભાગના સમાચાર મોડા આવે છે અને તેના કારણે માગ નક્કી કરવી મુશ્કેલ છે. જોકે, એક વાત ચોક્કસ છે કે સોનું વિદેશી મુદ્રા ભંડારનો અભિન્ન અંગ બની ગયું છે. વર્તમાન સ્તરે સોનું ખરીદવું રોકાણકાર માટે જોખમી હોઈ શકે છે. ડિસ્કાઉન્ટમાં ઘટાડો વાસ્તવિક ખરીદી સૂચવે છે, જે સારી તેજીની નિશાની છે.