CCIએ ગૂગલ પેના હરીફોને દબાવવાના આરોપ સાથે ગૂગલ સામે તપાસના આદેશ આપ્યા

|

Nov 10, 2020 | 12:58 PM

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા CCIએ ઇન્ટરનેટ કંપની GOOGLE પર વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. GOOGLE કંપની દ્વારા GOOGLE PAYના હરીફો સાથે ગેરવર્તણૂંક કરવાનો આરોપની ફરિયાદ મળ્યા બાદ  આ આદેશ આપવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે GOOGLE PAY એ ડિજિટલ વોલેટ પ્લેટફોર્મ છે. CCIએ 39 પાનાનાં આદેશમાં જણાવ્યું છે કે તેનો પ્રથમ દ્રષ્ટિકોણ એ છે કે […]

CCIએ ગૂગલ પેના હરીફોને દબાવવાના આરોપ સાથે ગૂગલ સામે તપાસના આદેશ આપ્યા

Follow us on

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા CCIએ ઇન્ટરનેટ કંપની GOOGLE પર વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. GOOGLE કંપની દ્વારા GOOGLE PAYના હરીફો સાથે ગેરવર્તણૂંક કરવાનો આરોપની ફરિયાદ મળ્યા બાદ  આ આદેશ આપવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે GOOGLE PAY એ ડિજિટલ વોલેટ પ્લેટફોર્મ છે.

CCIએ 39 પાનાનાં આદેશમાં જણાવ્યું છે કે તેનો પ્રથમ દ્રષ્ટિકોણ એ છે કે કાયદાની કલમ 4 ની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન થયું  છે. આ કેસોમાં વિસ્તૃત તપાસની જોગવાઈ છે. CCIએ તેની તપાસ શાખાના ડિરેક્ટોરેટ જનરલ DGને  ચલાવવાનો આદેશ આપ્યો છે. GOOGLE પર આરોપ છે કે GOOGLE PAY ને લઈ  પ્રતિસ્પર્ધી વિરોધી અભિગમ અપનાવાઈ રહ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોમ્પિટિશન એક્ટની કલમ 4 બજારમાં પ્રભાવી સ્થિતિના દુરૂપયોગ સાથે સંબંધિત છે. રેગ્યુલેટરે જણાવ્યું છે કે તેનો મુખ્ય દ્રષ્ટિકોણ એ છે કે કાયદાની કલમ 4 (2) ની વિવિધ જોગવાઈઓ અનુસાર GOOGLE, ગૂગલ પેની સ્પર્ધાત્મક એપ્લિકેશનો સાથે ગેરવર્તન કરે છે, તેમની સાથે પક્ષપાત કરી માર્કેટ એક્સેસ આપવામાં આવતું નથી. 5 કંપની સામે તપાસનો આદેશ જારી કરાયો છે. ALPHABET INC., ગૂગલ LLC, ગૂગલ આયર્લેન્ડ લિમિટેડ, ગૂગલ ઈન્ડિયા લિમિટેડ અને ગૂગલ ઈન્ડિયા ડિજિટલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article