Cardamom price: 7 હજાર વાળી એલચીનો ભાવ ઘટ્યો, જાણો કેમ નથી મળી રહ્યા ખરીદદારો

|

Feb 17, 2021 | 4:57 PM

ખરાબ દિવસો ફક્ત માણસ જ નથી આવતા પરંતુ વસ્તુના પણ ખરાબ દિવસ આવી જાય છે. આવું જ કંઈક હાલમાં થયુ છે. અર્શથી ફર્શ પર ભાવ આવ્યા બાદ એલચીના (Cardamom) ગ્રાહકો નથી મળી રહ્યા

Cardamom price: 7 હજાર વાળી એલચીનો ભાવ ઘટ્યો, જાણો કેમ નથી મળી રહ્યા ખરીદદારો

Follow us on

ખરાબ દિવસો ફક્ત માણસ જ નથી આવતા પરંતુ વસ્તુના પણ ખરાબ દિવસ આવી જાય છે. આવું જ કંઈક હાલમાં થયુ છે. 4 મહિના પહેલા જે એલચી (Cardamom)7 હજાર રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી હતી તે એલચીને જ હવે ગ્રાહકો નથી મળી રહ્યા. જેનું પરિણામ એવું આવ્યું કે હોલસેલ ભાવમાં એલચીનો ભાવ 1500થી 2 હજાર રૂપિયા સુધીની બોલી લાગે છે. અર્શથી ફર્શ પર ભાવ આવ્યા બાદ એલચીના ગ્રાહકો નથી મળી રહ્યા. એલચીના સૌથી મોટા ગ્રાહકોએ ભારતીય એલચીથી મોઢું ફેરવી લીધું છે.

ઇન્ડિયન સ્પાઇસ બોર્ડ પર દરરોજ એલચીની બોલી લાગે છે. અહીં દરરોજ એલચીના ભાવ નક્કી થાય છે. જાન્યુઆરીના અંતથી અત્યાર સુધી એલચીનો ભાવ 2 હજારથી ઉપર ગયો નથી. એલચીનો ઓછામાં ઓછો ભાવ 1528 રૂપિયા સુધી જતો રહ્યો છે. પરંતુ ધંધાર્થીઓ માટે હેરાનીની વાત એ છે કે, ત્રણ-ચાર મંડીઓમાં આવનારી એલચીની બોલી લાગે છે. 45 હજાર કિલોથી લઈને 60 હજાર કિલો સુધી વેચાનારી એલચી આ બોલીમાં સામેલ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી માલ વેચાતો નથી.

એલચીના વેપાર સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે એલચીના ભાવમાં ઘટાડા પાછળના બે સૌથી મોટા કારણો કોરોના-લોકડાઉન અને સ્થાયી દેશો તરફથી એલચીની માંગ નહીં.કોરોના-લોકડાઉનને કારણે સ્થાનિક બજારમાં એલચીની માંગ ઓછી થઈ હતી. જેના કારણે બજારમાં હજી સુધારો થયો નથી. લોકડાઉનને કારણે નિકાસ થઈ શક્યું નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બીજી તરફ ગલ્ફ દેશોએ એલચીની ખરીદીમાં ઘટાડો કર્યો છે. આ પાછળનું મોટું કારણ એલચીની ખેતી છે. ગલ્ફ દેશોમાં એલચી ખરીદનારાઓ કહે છે કે એલચી ઉગાડવામાં એવું વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે જે અહીં પસંદ નથી. નોંધપાત્ર વાત એ છે કે ગલ્ફ દેશો ભારતીય એલચીના મોટા ખરીદદારો છે. સૌથી મોટા ગ્રાહક સાઉદી અરેબિયાએ પણ એલચીની ખરીદીમાં ઘટાડો કર્યો છે.

નિષ્ણાંતો કહે છે કે 2019-20 માં દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદના અભાવે દુષ્કાળ પડ્યો હતો અને ઘણી જગ્યાએ વધારે વરસાદ પડ્યો હતો. જેની સીધી અસર એલચીના વાવેતર પર પડી હતી. જેના કારણે નિકાસની માંગ પણ પૂરી થઈ ન હતી અને સ્થાનિક બજારને પણ એલચી મળી શકતી ન હતી અને દર વધતાં જતા હતા. વરસાદના વધઘટ પહેલાં બજારમાં દરરોજ 30 થી 40 ટન એલચી આવતી હતી.

Published On - 4:56 pm, Wed, 17 February 21

Next Article