કેન્સરના દર્દીની લાચારી સામે ઉઘાડી લૂંટ, ₹3 હજારની દવા ₹27 હજારમાં વેચાતી જોઈ સુપ્રીમ કોર્ટ થઈ લાલઘુમ

એક તો કેન્સરગ્રસ્ત દર્દી પહેલેથી જ જીવલેણ રોગ સામે ટકી રહેવાની જદ્દોજહત કરી રહ્યા હોય છે, એવા સમયે તેમની આ લાચારીનો ફાયદો ઉઠાવી રહી છે પ્રાઈવેટ હોસ્પિટલો. કેન્સર માટે જીવનરક્ષક ગણાતી જે દવાની MRP ₹3 હજાર છે, તે દર્દીઓને ₹27 હજારમાં વેચવામાં આવી રહી છે અને દર્દી પાસેથી સીધી 24 હજાર રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તો સવાલ એ પણ છે કે શું આ પ્રકારે પ્રાઈવેટ હોસ્પિટલો લાચાર દર્દીઓની મજબુરીનો ફાયદો ઉઠાવી શકે? શું દવા પર નફો કમાવવાના કોઈ ચોક્કસ ધારા ધોરણો સરકાર ન ઘડી શકે? દર્દીઓની આ જ વેદનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિતની યાચિકા થઈ હતી અને તેના પર સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો છે અને વેધક સવાલો કર્યા છે.

કેન્સરના દર્દીની લાચારી સામે ઉઘાડી લૂંટ, ₹3 હજારની દવા ₹27 હજારમાં વેચાતી જોઈ સુપ્રીમ કોર્ટ થઈ લાલઘુમ
| Updated on: Nov 03, 2026 | 3:40 PM

કેન્સર જેવી જીવલેણ બીમારીમાં સપડાયેલ દર્દી પહેલેથી જ માનસિક રીતે તૂટેલો હોય છે, તેવા સમયે તેમને આ રોગમાંથી કેમ રાહત મળે તેવા પ્રયાસો થવા જોઈએ. પરંતુ  કોર્પોરેટ પ્રાઈવેટ હોસ્પિટલો કેન્સરની દવાઓમાં પણ તોતિંગ નફો કમાઈ રહી છે. સાવ મનસ્વી રીતે કેન્સરની દવાઓની કિંમતો વધારી દર્દીઓના મનોબળને સારવાર પહેલા જ તોડી રહી છે.  જે કેન્સરની દવાઓની MRP ₹3 હજાર રૂપિયા થી વધુ નથી. તે જ સેમ દવા ₹27 હજાર રૂપિયામાં તોતિંગ નફો રળી રહી છે. હોસ્પિટલોએ કેન્સરના દર્દીને ખંખેરવા માટેની ઉઘાડી લૂંટ શરૂ કરી છે. કોર્પોરેટ હોસ્પિટલોની ખુદની જ ફાર્મસી દ્વારા આ પ્રકારે મોંઘીદાટ દવાઓ વેચવામાં આવી રહી છે અને આના પર સરકાર પણ કંઈ નથી કરી રહી. આ જ મુદ્દે કેન્સરગ્રસ્ત દર્દીના સ્વજને સુપ્રીમ કોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરી હતી. આ જ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ હોસ્પિટલો દ્વારા ચાલતી ઉઘાડી લૂંટ મુદ્દે સરકારને વેધક સવાલો કર્યા છે. કેન્સર સામે જીવન રક્ષક દવાઓના ભાવમાં આટલા મોટા માર્જિનથી લેવાતા નફાને સુપ્રીમ...

Published On - 8:45 pm, Tue, 29 September 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.