આજે ધનતેરસ પર સોનું ખરીદવા જઈ રહ્યા છો? અનુસરો આ 7 ટિપ્સ જે તમને છેતરપિંડીથી બચાવશે
આજે ધનતેરસનો પર્વ છે. ધનતેરસના પર્વે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભારતીયોને માત્ર સોનું ખરીદવું જ પસંદ નથી પરંતુ તેને રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ પણ માનવામાં આવે છે. ધન તેરસના દિવસે ઘરેણાં, સોનાની લગડી, સિક્કા વગેરે ખરીદીને તેમની પૂજા પણ કરવામાં આવે છે.

આજે ધનતેરસનો પર્વ છે. ધનતેરસના પર્વે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભારતીયોને માત્ર સોનું ખરીદવું જ પસંદ નથી પરંતુ તેને રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ પણ માનવામાં આવે છે. ધન તેરસના દિવસે ઘરેણાં, સોનાની લગડી, સિક્કા વગેરે ખરીદીને તેમની પૂજા પણ કરવામાં આવે છે.
જો તમે પણ આ ધનતેરસની શુભ ખરીદી તરીકે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક એવી ટિપ્સ વિશે જાણવું જોઈએ જેના કારણે તમારે પછીથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
હંમેશા પ્રમાણિત સોનું ખરીદો
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા સોનાની ગુણવત્તા અને શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હંમેશા હોલમાર્કેડ સોનું જ ખરીદો. BIS હોલમાર્ક હોય તેવી કોઈપણ સોનાની જ્વેલરી અથવા જ્વેલરી જ ખરીદવી જોઈએ. આ સ્થિતિમાં છેતરપિંડીનો ભય રહેતો નથી. BIS હોલમાર્ક દ્વારા પરીક્ષણ કેન્દ્ર, શુદ્ધતા, ઉત્પાદનનું વર્ષ અને સોનાના ઝવેરાત વિશે માહિતી ઉપલબ્ધ રહે છે.
લેટેસ્ટ રેટથી વાકેફ રહો
જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ ત્યારે સૌથી પહેલા તેના વર્તમાન બજાર દર વિશે જાણકારી રાખો. તમે સોનાનો દર ઓનલાઈન પણ જાણી શકો છો. સોનાના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. આ કારણે જ્યારે પણ તમે સોનું ખરીદવા જાવ તો વર્તમાન દર વિશે ચોક્કસ માહિતી મેળવો.
સોનાની શુદ્ધતાની ખાતરી કરો
સૌથી શુદ્ધ સોનું 24 કેરેટ છે. ભારતમાં 18, 22, 24 કેરેટની શુદ્ધતા સાથે સોનું ઉપલબ્ધ છે. તેથી સોનાની શુદ્ધતા અને તે કેટલા કેરેટ છે તે વિશે અગાઉથી માહિતી મેળવો. એ પણ જાણો કે તમારી પાસેથી કેરેટ અનુસાર રેટ વસૂલવામાં આવે છે.
મેકિંગ ચાર્જીસ અંગેની જાણકારી રાખો
કોઈપણ જ્વેલરીની ખરીદીમાં મેકિંગ ચાર્જનો પણ સમાવેશ થાય છે. ખરીદી કરતા પહેલા જ્વેલર્સના મેકિંગ ચાર્જિસ વિશે પણ માહિતી મેળવો. ઘણા જ્વેલર્સ ઉંચો મેકિંગ ચાર્જ વસૂલે છે. જેના કારણે તમારા ખિસ્સા પર બોજ પડી શકે છે.
ખાતરીવાળી જગ્યાએથીજ સોનાના ઘરેણાં ખરીદો
હંમેશા પ્રતિષ્ઠિત અથવા પ્રખ્યાત જ્વેલર પાસેથી જ્વેલરી ખરીદો આ ઉપરાંત ખાતરીવાળી જગ્યાએથીજ સોનાના ઘરેણાં ખરીદો જેથી ગુણવત્તામાં કોઈ ખોટ ન આવે.
બિલ અવશ્ય લો
જ્યારે પણ તમે સોનું ખરીદવા જાવ ત્યારે તેનું બિલ જરૂરથી લો. જેમાં સોનાની શુદ્ધતા, મેકિંગ ચાર્જ વગેરે જેવી તમામ માહિતી લખવામાં આવે છે.
બાયબેક માહિતી મેળવો
તમે જેની પાસેથી સોનું ખરીદો છો તે જ્વેલર પાસેથી બાયબેકની માહિતી મેળવવાની ખાતરી કરો. જેથી ભવિષ્યમાં જો તમે તેને વેચવા માંગતા હોવ તો કોઈ મુશ્કેલી ન પડે.
