બર્ગર કિંગનો આજે ખુલ્યો આઈપીઓ, જાણો આઈપીઓ વિશેની માહિતી

|

Dec 02, 2020 | 11:27 AM

આજે બર્ગર કિંગનો આઈપીઓ ખુલ્યો છે જે 4 ડિસેમ્બરે બંધ થશે.  આ આઈપીઓની પ્રાઇસ  બેન્ડ પ્રતિ શેર 59-60 રું. નક્કી કરવામાં આવી છે. કંપની તેના આઈપીઓથી 810 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. કંપની દ્વારા રૂ .450 કરોડના નવા શેરો બહાર પાડવામાં આવશે અને  360 કરોડના ઓફર ફોર સેલ લાવવામાં આવશે. આઈપીઓનું માર્કેટ લોટ 250 […]

બર્ગર કિંગનો આજે ખુલ્યો આઈપીઓ, જાણો આઈપીઓ વિશેની માહિતી

Follow us on

આજે બર્ગર કિંગનો આઈપીઓ ખુલ્યો છે જે 4 ડિસેમ્બરે બંધ થશે.  આ આઈપીઓની પ્રાઇસ  બેન્ડ પ્રતિ શેર 59-60 રું. નક્કી કરવામાં આવી છે. કંપની તેના આઈપીઓથી 810 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. કંપની દ્વારા રૂ .450 કરોડના નવા શેરો બહાર પાડવામાં આવશે અને  360 કરોડના ઓફર ફોર સેલ લાવવામાં આવશે. આઈપીઓનું માર્કેટ લોટ 250 શેર્સ છેજે મુજબ ઓછામાં ઓછું 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની નવા સ્ટોર્સ ખોલવા માટે આઈપીઓમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરશે સાથે લોન પણ ચુકવશે.

બર્ગર કિંગમાં રોકાણનું  આકર્ષણ
બર્ગર કિંગ એ દેશની એક મોટી ક્યૂએસઆર એટલે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇન છે. કંપની હાલમાં 261 સ્ટોર્સ ચલાવે છે. આઇપીઓ બાદ 200 વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બર્ગર કિંગના લેખ -જોખા
આઈપીઓ પછી કંપનીની માર્કેટ કેપ આશરે 2,400 કરોડ રૂપિયા હશે. નાણાકીય વર્ષ 2021 માં કંપનીનું વેચાણ રૂ. 841 કરોડ અને માર્જિનમાં 12.4 ટકાનો વધારો થયો છે.

બર્જર કિંગ આઇપીઓમાં ક્વોટા

રિટેલ : 10 ટકા
ક્યૂઆઈબી: 30 ટકા
એનઆઈઆઈ: 15 ટકા

બર્ગર કિંગનું  મૂલ્યાંકન અને  વેચાણ દ્વારા માર્કેટ કેપ

વેલ્યુએશન પર નજર નાખીએ તો બર્ગર કિંગનું વેલ્યુએશન 4.1X , વેસ્ટલાઇફ 6.3X અને જુબિલન્ટ ફૂડ 10.3 X છે.

સ્ટોર માર્જિન કેટલું છે?
બર્ગર કિંગનું  સ્ટોર માર્જિન 12-14% છે , વેસ્ટ લાઇફ 13-15% અને જ્યુબિલન્ટ ફૂડ 21-23% છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article