બર્ગર કિંગને 92 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મળ્યું, રોકાણકારો થયા માલામાલ

|

Dec 14, 2020 | 4:51 PM

બર્ગર કિંગને 92 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મળ્યું છે. આ શેરે રોકાણકારોને માલામાલ કર્યા છે. આ શેર 60 રૂપિયાના ઈસ્યુ પ્રાઈસ સામે એનએસઈ પર 112 રૂપિયા 50 પૈસા અને બીએસઈ પર 115 રૂપિયા 35 પૈસાનામાં લિસ્ટ થયો છે. બજારમાં દાખલ થનાર 9 કંપનીઓ એ હદે રિટર્ન આપ્યું છે, જેમાં બર્ગર કિંગનો પણ સમાવેશ થાય છે. […]

બર્ગર કિંગને 92 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મળ્યું, રોકાણકારો થયા માલામાલ

Follow us on

બર્ગર કિંગને 92 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મળ્યું છે. આ શેરે રોકાણકારોને માલામાલ કર્યા છે. આ શેર 60 રૂપિયાના ઈસ્યુ પ્રાઈસ સામે એનએસઈ પર 112 રૂપિયા 50 પૈસા અને બીએસઈ પર 115 રૂપિયા 35 પૈસાનામાં લિસ્ટ થયો છે. બજારમાં દાખલ થનાર 9 કંપનીઓ એ હદે રિટર્ન આપ્યું છે, જેમાં બર્ગર કિંગનો પણ સમાવેશ થાય છે. બર્ગર કિંગ દેશની એક મોટી ક્યૂએસઆર એટલે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઈન છે. કંપની હાલના 261 સ્ટોર્સમાં વધુ 200 સ્ટોર્સ ઉમેરવાની યોજના ધરાવે છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક નિવેદનમાં બર્ગર કિંગ ઈન્ડિયાના સીઇઓ રાજીવ વર્માએ કંપનીના ભાવિ વિકાસ યોજના વિશે ખુલાસો કરતાં કહ્યું કે બર્ગર કિંગની દેશભરમાં રેસ્ટોરન્ટની સંખ્યા 700 સુધી પહોંચાડવાની યોજના છે. આવતા વર્ષે 50 રેસ્ટોરન્ટ્સ ખોલવાની યોજના છે. ઉત્તર ભારતમાં આ કંપનીની 130થી વધુ રેસ્ટોરન્ટ્સ છે. કંપની દેશના ઘણા શહેરોમાં બિઝનેસ કરે છે. ભારતીય માર્કેટમાં નવા ઉત્પાદનોને લોન્ચ કરવાની યોજના બાબતે રાજીવ વર્માને કહ્યું કે કંપનીની શરૂઆત 2014માં થઈ હતી. કંપનીએ ભારતીય કેટરિંગ મુજબ ઉત્પાદનોનું ઉત્પાદન કર્યું છે. કંપની સ્થાનિક ઉત્પાદકો પાસેથી કાચા માલનું સોર્સીંગ કરે છે. ઈનોવેશન હજી પણ ચાલુ રહેશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોનાને કારણે લોકોની ખોરાકની ટેવમાં ઘણો ફેરફાર થયો છે. કોરોનાની અસર આખી દુનિયામાં પડી છે. કંપની આશ્વાસન આપી રહી છે કે કોરોના સંબંધિત તમામ માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે. કોરોના પર લાંબા ગાળાની અસર નહીં પડે તેમ માનવામાં આવી રહ્યું છે. ડિલિવરી માટે તાજેતરમાં એપ્લિકેશનો લોન્ચ કરી એગ્રિગેટર દ્વારા વ્યવસાયમાં વધારો કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article