બર્ગર કિંગ IPOના શેરની ફાળવણીની સ્થિતિ આપ ઓનલાઈન ચકાસી શકો છો, જાણો રીત

|

Jan 18, 2021 | 3:15 PM

ફાસ્ટ-ફૂડ ચેઇન બર્ગર કિંગ ઈન્ડિયાના આઇપીઓને રિટેલ રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રૂ. 810 કરોડના ઈશ્યૂ પહેલા દિવસે જ ત્રણ ગણો સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપનીએ ઈશ્યૂ ખુલવાના એક દિવસ પહેલા જ 1 ડિસેમ્બરના રોજ એન્કર ઈન્વેસ્ટર પાસેથી 364.5 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. બર્ગર કિંગ્સનો 810 કરોડ રૂપિયાનો ઈશ્યૂ 2 ડિસેમ્બરના રોજ 3.13 વખત […]

બર્ગર કિંગ IPOના  શેરની ફાળવણીની સ્થિતિ આપ ઓનલાઈન ચકાસી શકો છો, જાણો રીત

Follow us on

ફાસ્ટ-ફૂડ ચેઇન બર્ગર કિંગ ઈન્ડિયાના આઇપીઓને રિટેલ રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રૂ. 810 કરોડના ઈશ્યૂ પહેલા દિવસે જ ત્રણ ગણો સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપનીએ ઈશ્યૂ ખુલવાના એક દિવસ પહેલા જ 1 ડિસેમ્બરના રોજ એન્કર ઈન્વેસ્ટર પાસેથી 364.5 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. બર્ગર કિંગ્સનો 810 કરોડ રૂપિયાનો ઈશ્યૂ 2 ડિસેમ્બરના રોજ 3.13 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો, જે એ યાદીમાં સ્થાન પામ્યો હતો જે આઈપીઓ પહેલા જ દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઈબ થયા હતા.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફાળવણીની કામગીરીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે

કંપનીએ જણાવ્યું છે કે મર્ચન્ટ બેન્કરો સાથે પરામર્શ કરીને આવતીકાલે ફાળવણીની કામગીરીને આખરી ઓપ આપશે. એકવાર તે થઈ ગયા પછી ગુરુવારે ASBA ખાતામાંથી નાણાં અનબ્લોકીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

બર્ગર કિંગ આઈપીઓ લિસ્ટિંગ ડેટ

11 ડિસેમ્બરની આસપાસ શેર રોકાણકારોના ખાતામાં જમા કરાવશે, જ્યારે આ શેર્સ 14 ડિસેમ્બરે એક્સચેન્જમાં દાખલ કરાશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બર્ગર કિંગ આઈપીઓ ફાળવણીની સ્થિતિ

રોકાણકારો તેમની અરજીની સ્થિતિ રજિસ્ટ્રારની વેબસાઈટ પર ચકાસી શકે છે, જે ફાળવણીની પ્રક્રિયા માટે જવાબદાર છે. રજિસ્ટ્રારની વેબસાઈટ પર સ્થિતિ તપાસવા માટે રોકાણકારોને ક્યાં તો પાન, એપ્લિકેશન નંબર અથવા ડીપી/ક્લાયંટ આઈડી દાખલ કરવાનો રહેશે. બીએસઈ અથવા એનએસઈ વેબસાઇટ દ્વારા પણ ફાળવણીની સ્થિતિ ચકાસી શકાય છે.

આ પણ વાંચો: આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારતમાં ક્રિકેટ સીરીઝનું આયોજન, ઈંગ્લેન્ડ આવશે ભારત પ્રવાસે

 

રજિસ્ટ્રારની વેબસાઇટ પર બર્ગર કિંગ આઈપીઓ ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસવી

1. રજિસ્ટ્રારની વેબસાઈટ એન્ટર કરી કંપનીનું નામ બર્ગર કિંગ ઈન્ડિયા પસંદ કરો.
2. તમારા પાન, એપ્લિકેશન નંબર, ડીપી / ક્લાયંટ આઈડી અથવા એકાઉન્ટ નંબર / આઈએફએસસી એન્ટર કરો.
3. કેપ્ચા દાખલ કરી સબમિટ કરો

બીએસઈ, એનએસઈ વેબસાઈટ પર ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસવી.

1. બીએસઈ અથવા એનએસઈની વેબસાઈટ પર જાઓ.
2. ‘ઈક્વિટી’ પસંદ કરી ઈશ્યૂ નામ ‘બર્ગર કિંગ ઈન્ડિયા’ પસંદ કરો.
3. એપ્લિકેશન નંબર તેમજ પાન દાખલ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
4.  રોકાણકારો આઈપીઓ દરમિયાન સબ્સ્ક્રાઇબ કરેલા શેરોની સંખ્યા અને પૃષ્ઠ પર ફાળવેલ શેર જોઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:06 pm, Tue, 8 December 20

Next Article