બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડ IPO લાવશે, 810 કરોડ રૂપિયા એકત્ર કરવા યોજના ,પ્રાઇસ બેન્ડ 59-60 રૂપિયા નક્કી કરાયો

|

Jan 19, 2021 | 2:37 PM

બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડની IPO લઈને આવી રહ્યું છે. બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 2 ડિસેમ્બરે આવી શકે છે. IPO નો પ્રાઈસ બેન્ડ 59-60 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જેને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એવરસ્ટન ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. કંપનીની IPO દ્વારા  810 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. બર્ગર કિંગ ઇન્ડિયા 450 […]

બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડ IPO લાવશે,  810 કરોડ રૂપિયા એકત્ર કરવા યોજના ,પ્રાઇસ બેન્ડ 59-60 રૂપિયા નક્કી કરાયો
Burger King

Follow us on

બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડની IPO લઈને આવી રહ્યું છે. બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 2 ડિસેમ્બરે આવી શકે છે. IPO નો પ્રાઈસ બેન્ડ 59-60 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જેને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એવરસ્ટન ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. કંપનીની IPO દ્વારા  810 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. બર્ગર કિંગ ઇન્ડિયા 450 કરોડ રૂપિયાના શેર જારી કરશે. બર્ગર કિંગની પ્રમોટર કંપની ક્યૂએસઆર એશિયા પ્રાઇવેટ લિમિટેડ 60 કરોડ શેર વેચશે. આ સાથે પ્રાઇસ બેન્ડના અપર એન્ડ પર રૂ. 360 કરોડ એકત્ર કરવાની યોજના છે. બર્ગર કિંગ રેસ્ટરન્ટ્સ અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે બર્ગર કિંગ ઈન્ડિયા ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળના ઉપયોગ કરવામાં આવશે.

બર્ગર કિંગ ઇન્ડિયાએ આઈપીઓ પહેલા  પબ્લિક માર્કેટ ઇન્વેસ્ટર  અમાંસા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પાસેથી 92 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ માટે, કંપનીએ અમાંસાને 58.5 રૂપિયાના ભાવે શેર ફાળવ્યા હતા. નિષ્ણાંતોના મતે ડિસેમ્બરમાં બર્ગર કિંગ ઈન્ડિયા ઉપરાંત કલ્યાણ જ્વેલર્સ, નઝારા ટેકનોલોજી અને રેલટેલ કોર્પોરેશનના આઈપીઓ પણ આવી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2020 સુધીમાં બર્ગર ઇન્ડિયાની ભારતમાં કુલ 261 રેસ્ટરન્ટ છે. 8 સબ-ફ્રેન્ચાઇઝ્ડ બર્ગર કિંગ રેસ્ટોરન્ટ્સ શામેલ છે.  ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 57 શહેરોમાં નેટવર્ક છે. રેસ્ટોરન્ટની સંખ્યાના સંદર્ભમાં બર્ગર કિંગ ઇન્ડિયા ઝડપથી વિકસી રહ્યું છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આ અગાઉ નવેમ્બર 2019 માં કંપનીએ સેબી પાસે આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઇલ કર્યો હતો. જેતે સમયે કંપનીએ  રૂ. 400 કરોડ એકત્ર કરવા ઉલ્લેખ કર્યો હતો .  કંપનીમાં ક્યૂએસઆર એશિયાના  6 કરોડ  ઇક્વિટી શેર વેચવાની ઓફરકરાઈ હતી  જો કે, આ વખતે ફ્રેશ ઇસ્યુ સાઈઝ વધારવામાં આવી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 12:30 pm, Fri, 27 November 20

Next Article