બર્ગર કિંગ 156.65 ગણા સબક્રિપશન સાથે વર્ષ 2020નો બીજો સૌથી સફળ આઈપીઓ બન્યો

|

Dec 05, 2020 | 1:12 PM

ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેઇન બર્ગર કિંગના IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.  IPO ગઈકાલે બંધ થયો હતો. બીડના અંતિમ દિવસ સુધી એટલે કે 4 ડિસેમ્બરની સાંજ 5 વગ્યા સુધી 156.65 ગણુ સબ્સ્ક્રાઇબ કરી છે. આટલા મોટા  સબ્સ્ક્રિપ્શનને કારણે 2020 નો બીજો સૌથી સફળ IPO બની ગયો છે. બર્ગર કિંગનો IPO 39.6 ગણુ સબ્સ્ક્રાઇબ થયેલ છે. તેની રિટેલ […]

બર્ગર કિંગ 156.65 ગણા સબક્રિપશન સાથે વર્ષ  2020નો બીજો સૌથી સફળ આઈપીઓ બન્યો

Follow us on

ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેઇન બર્ગર કિંગના IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.  IPO ગઈકાલે બંધ થયો હતો. બીડના અંતિમ દિવસ સુધી એટલે કે 4 ડિસેમ્બરની સાંજ 5 વગ્યા સુધી 156.65 ગણુ સબ્સ્ક્રાઇબ કરી છે. આટલા મોટા  સબ્સ્ક્રિપ્શનને કારણે 2020 નો બીજો સૌથી સફળ IPO બની ગયો છે.

બર્ગર કિંગનો IPO 39.6 ગણુ સબ્સ્ક્રાઇબ થયેલ છે. તેની રિટેલ રોકાણકારો દ્વારા 52 ગણુ અને નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ રોકાણકારો દ્વારા 85 ગણુ સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટીટ્યૂશનલ રોકાણકારોએ આ IPO 12 ગણુ વધી સબ્સ્ક્રાઇબ કર્યું છે. બર્ગર કિંગના આ IPOનું કદ 7.45 કરોડ ઇક્વિટી શેર હતું, તેના બદલામાં 294.77 કરોડ ઇક્વિટી શેર માટેની અરજીઓ મળી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

બર્ગર કિંગ દ્વારા  IPO દ્વારા 810 કરોડ રૂપિયા એકત્ર કરવા આયોજન છે.  આ IPO લૉન્ચ થયાના માત્ર બે જ કલાકમાં સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. બર્ગર કિંગનો IPO પ્રાઇસ બેન્ડ 59-60 રૂપિયા પ્રતિ શૅર છે અને તેનો લૉટ સાઇઝ 250 શેરો છે. બર્ગર કિંગના IPOમાં 450 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય કંપનીના પ્રમોટર QSR Asia તેના 6 કરોડ શેરનું વેચાણ કરશે. જેનું મૂલ્ય ઉપલા પ્રાઇઝ બેન્ડ અનુસાર 360 કરોડ રૂપિયા છે. આ ફંડનો ઉપયોગ કંપની દ્વારા નવા સ્ટોર્સ ખોલવા અને દેવું ચૂકવવા માટે કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:11 pm, Sat, 5 December 20

Next Article