Budget 2022: ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાથી બેરોજગારી દર થશે ઓછો, જાણો શું છે સરકારનો પ્લાન

|

Feb 05, 2022 | 7:22 PM

સરકારે ચાલુ નાણાકિય વર્ષમાં બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે નાણાકિય ફાળવણી કરી છે,જેથી આ સેક્ટર પાસેથી રોજગારીની અપેક્ષા વધારે છે

Budget 2022: ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધવાથી બેરોજગારી દર થશે ઓછો, જાણો શું છે સરકારનો પ્લાન
Nirmala sitharaman (file image)

Follow us on

બજેટ 2022-23 (Budget 2022) આવી ગયું છે.તમામ લોકોને એ વાત પર ગુંચવણ અનુભવે છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)બજેટમાં તેમને શું મળ્યું ? એ વાત છે કે મોટાભાગના લોકો બજેટથી અસંતુષ્ટ છે કારણ કે તેમને ટેક્સમાં કોઇ રાહત નથી મળી અથવા એ પણ વિચારતા હશે કે બજેટથી નવી નોકરીઓનું સર્જન કેવી રીતે થશે. સરકારનો ટાર્ગેટ એ છે કે મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કેવી રીતે થાય.તમને જણાવી દઇએ કે સરકારે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર વધારે ફોક્સ રાખ્યુ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર વાત કરીએ તો સરકારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રોડ-રસ્તા બનાવવા માટેનો ટાર્ગેટ બે ગણો વધારી દિધો છે. 2022-23 રાષ્ટ્રીય રાજમાર્ગોના નેટવર્કમાં 25000 કિલોમીટરના વધારાની વાત કરી છે. બજેટમાં આના માટે 20,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જો કે આટલો મોટો ટાર્ગેટ કેવી રીતે પુરો થશે તે બાબતે શંકા સેવાઇ રહી છે કારણ કે પહેલા છ મહિનામાં માત્ર 3,824 કિલોમીટર જ રાજમાર્ગ બનેલા છે.

નાણાકીય વર્ષ 2020-21માં કુલ 13,327 કિલોમીટર નેશનલ હાઇવે બનાવવામાં આવ્યા હતા. આ દૃષ્ટિએ 25 હજાર કિમીનું લક્ષ્ય ઘણું મોટું છે. બસ, માત્ર રસ્તાઓ જ નહીં બને પરંતુ સરકારે આગામી 3 વર્ષમાં 400 નવી ટ્રેનો બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. એટલે કે સરકાર ચમકદાર હાઈવે સાથે લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરાવવાની પણ તૈયારી કરી રહી છે. બસ આના પરથી તમે સમજી શકો છો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોદી સરકારની પ્રાથમિકતાઓમાં ટોચ પર છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સરકાર વિચારે છે કે જો સારા રસ્તા હશે તો લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરનો પણ ઝડપથી વિકાસ થશે. આ સાથે સરકારનું માનવું છે કે તે રસ્તાઓ પર ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ વિકસાવવામાં પણ મદદ કરશે અને તેનાથી સૌથી વધુ સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે. તેથી મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે, સરકાર આર્થિક વૃદ્ધિ અને નવી નોકરીઓ બનાવવાના વિચાર પર કામ કરી રહી છે. આ માટે સરકાર ગતિશક્તિ યોજના પર ભાર આપી રહી છે. આટલું જ નહીં, સરકાર કન્સ્ટ્રક્શન સેક્ટર પર પણ બુલિશ છે.

આ પણ વાંચો : સોમવારથી રાજ્યમાં 1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી

આ પણ વાંચો :Stock Market: શેરબજારમાં SST શું છે ? જાણો સરકારે શા માટે વધાર્યુ તેનું લક્ષ્ય ?

Next Article