AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023 : પ્રી-બજેટ મીટિંગમાં તમને સ્પર્શતી આ બાબતો ઉપર માંગ કરાઈ, વાંચો વિગતવાર

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર 7 હિતધારકોના જૂથમાંથી કુલ 110 પ્રતિનિધિઓએ 8 બેઠકોમાં ભાગ લીધો છે. આ બેઠકોમાં એગ્રીકલ્ચર, એગ્રો પ્રોસેસીંગ, ઈન્ડસ્ટ્રી, ઈન્ફ્રાસ્ટ્રકચર, ક્લાઈમેટ ચેન્જ, ફાયનાન્સીયલ સેક્ટર, કેપિટલ માર્કેટ, સર્વિસીસ એન્ડ ટ્રેડ, સોશિયલ સેક્ટર, ટ્રેડ યુનિયન અને અર્થશાસ્ત્રીઓએ ભાગ લીધો છે.

Budget 2023 : પ્રી-બજેટ મીટિંગમાં તમને સ્પર્શતી આ બાબતો ઉપર માંગ કરાઈ, વાંચો વિગતવાર
Finance Minister Nirmala SitaramanImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 6:55 PM
Share

લેબર ઓર્ગેનાઇઝેશનઅને અર્થશાસ્ત્રીઓ સાથેની બેઠક સાથે સોમવારે 28 નવેમ્બર 2022 ના રોજ  નાણા પ્રધાન નિર્મલા સીતારમણની બજેટ રજૂ કરવામાં આવે તે પહેલાંની વિવિધ સંગઠનો સાથે આઠ પ્રી-બજેટ બેઠકોનો રાઉન્ડ સમાપ્ત થયો છે. આ દરમિયાન નાણામંત્રીએ અલગથી રાજ્યોના નાણા મંત્રીઓ સાથેપ્રિ-બજેટ બેઠક પણ કરી હતી અને તેમની માંગણીઓ અને રજૂઆત સાંભળી હતી. મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો પ્રી-બજેટ બેઠકમાં નાણાપ્રધાનને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આવકવેરામાં ઘટાડો કરીને કરદાતાઓને રાહત આપવાની તેમજ કર વ્યવસ્થાને તર્કસંગત બનાવવાની માંગ કરવામાં આવી છે.

આવકવેરામાં રાહત માટે માંગ

પ્રિ-બજેટ બેઠકમાં નાણાપ્રધાનને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આવકવેરામાં ઘટાડો કરીને કરદાતાઓને રાહત આપવાની તેમજ કર વ્યવસ્થાને તર્કસંગત બનાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રોજગારીની તકો વધારવા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મનરેગાની તર્જ પર રોજગાર ગેરંટી યોજના લાવવાની પણ માંગ કરવામાં આવી છે. નાણામંત્રીને MSME માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન સર્ટિફિકેટ સ્કીમ પર ખર્ચ વધારવાની માંગ કરવામાં આવી છે.

ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડવા રજુઆત

નાણામંત્રીને ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડવા, ઇલેક્ટ્રિક વાહન નીતિ લાવવા, ભારતને ગ્રીન હાઇડ્રોજનનું હબ બનાવવાની માંગ સોંપવામાં આવી છે. બાળકો, અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પોર્ટેબલ સામાજિક લાભ યોજનાને ESIC હેઠળ લાવવાની પણ માંગ કરવામાં આવી છે. કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવા અને રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા માટે નાણાં પ્રધાનને માંગ કરવામાં આવી છે.

1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ થશે બજેટ

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર 7 હિતધારકોના જૂથમાંથી કુલ 110 પ્રતિનિધિઓએ 8 બેઠકોમાં ભાગ લીધો છે. આ બેઠકોમાં એગ્રીકલ્ચર, એગ્રો પ્રોસેસીંગ, ઈન્ડસ્ટ્રી, ઈન્ફ્રાસ્ટ્રકચર, ક્લાઈમેટ ચેન્જ, ફાયનાન્સીયલ સેક્ટર, કેપિટલ માર્કેટ, સર્વિસીસ એન્ડ ટ્રેડ, સોશિયલ સેક્ટર, ટ્રેડ યુનિયન અને અર્થશાસ્ત્રીઓએ ભાગ લીધો છે. જો કે, દેશના મોટા ટ્રેડ યુનિયનોએ વર્ચ્યુઅલ મીટિંગમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો અને કોરોના નિયંત્રણો ખતમ થવા છતાં બોલવા માટે આપવામાં આવેલા ઓછાસમયનો વિરોધકર્યો હતો. જો કે, એવું માનવામાં આવે છે કે 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ, નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું પોતાનું પાંચમું અને છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
g clip-path="url(#clip0_868_265)">