બજેટ 2021 તૈયારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી પર ભાર મૂકવાના આયોજન અંગે નાણામંત્રીએ સંકેત આપ્યો

|

Dec 16, 2020 | 8:53 AM

નાણાકીય વર્ષ 2021-22નું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થવાની સંભાવના છે.કોરોને અર્થતંત્રની કમરતોડી છે ત્યારે બજેટ મોટો આધાર રાખશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું કે, આગામી બજેટ માં માળખાકીય સુવિધાઓ પર ખર્ચ જાળવવા પર ભાર મૂકવામાં આવશે. નાણાં પ્રધાનનું માનવું છે કે અર્થવ્યવસ્થામાં આ પગલાંનો મોટો પ્રભાવ જોવા મળશે. નિર્મલા સીતારામને કહ્યું હતું કે, […]

બજેટ 2021 તૈયારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી પર ભાર મૂકવાના આયોજન અંગે નાણામંત્રીએ સંકેત આપ્યો

Follow us on

નાણાકીય વર્ષ 2021-22નું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થવાની સંભાવના છે.કોરોને અર્થતંત્રની કમરતોડી છે ત્યારે બજેટ મોટો આધાર રાખશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું કે, આગામી બજેટ માં માળખાકીય સુવિધાઓ પર ખર્ચ જાળવવા પર ભાર મૂકવામાં આવશે. નાણાં પ્રધાનનું માનવું છે કે અર્થવ્યવસ્થામાં આ પગલાંનો મોટો પ્રભાવ જોવા મળશે.


નિર્મલા સીતારામને કહ્યું હતું કે, સરકારને આગામી બજેટ સંદર્ભે વિવિધ ક્ષેત્રના તમામ પ્રકારના મહત્વપૂર્ણ સૂચનો મળી રહ્યા છે. 2021-22ના બજેટ માટે બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોચેમ ફાઉન્ડેશન વીક (Assocham Foundation Week)ને સંબોધન કરતાં આ વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે આ કાર્યક્રમને સંબોધન કરશે.


સીતારમણે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, 2020-21ના બજેટના અંદાજમાં સરકારી ઉધાર 7 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો, પરંતુ પાછળથી તેમાં ફેરફાર કરીને 12 લાખ કરોડ કરવામાં આવ્યા છે. નાણા પ્રધાને કોરોના રોગચાળાને પહોંચી વળવા સરકારે લીધેલા પગલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરકાર અને આરબીઆઈએ આ રોગચાળાને પહોંચી વળવા માટે અત્યાર સુધીમાં 30 લાખ કરોડની જોગવાઈ કરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો


સીતારમણે સ્વીકાર્યું કે ઘણા સ્તરે હજી પણ ઘણી સમસ્યાઓ છે, પરંતુ તે એ બાબતને લઈ તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે ઉદ્યોગ મંડળ , સરકાર અને અન્ય પક્ષો વચ્ચે વિવિધ ઇનપુટ્સની આપ-લે સાથે પરિસ્થિતિ સુધરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી અર્થવ્યવસ્થામાં વિકાસ જોવા મળશે તેમ સીતારામને કહ્યું હતું.

અગાઉ, નાણામંત્રીએ સામાન્ય બજેટ 2021-22 અંગે સોમવારથી વિવિધ ક્ષેત્રના સભ્યો સાથે પૂર્વ-બજેટ ચર્ચાઓ શરૂ કરી હતી. પ્રથમ દિવસે એટલે કે 14 ડિસેમ્બર 2020 માં, તેમણે પૂર્વ બજેટ ચર્ચા માટે ઉદ્યોગ સંગઠનો સીઆઈઆઈ, ફિક્કી અને એસોચામ સહિત અન્ય ઉદ્યોગ ચેમ્બરો સાથે બેઠક યોજી હતી. આ સમયગાળા દરમિયાન રોજગાર અને રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર પર સરકારી ખર્ચમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી.

 

Next Article