Budget 2021 : બજેટમાં BAD BANKની જાહેરાત થઇ શકે છે ? જાણો શું છે ઉદ્દેશ્ય

|

Jan 31, 2021 | 3:27 PM

Budget 2021 : મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમે ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળ બેડ બેંક (BAD BANK ) ની સ્થાપનાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું છે કે નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ની સમસ્યાનો અસરકારક રીતે નિકાલ કરવા માટે બેડ બેંક જરૂરી છે.

Budget 2021 : બજેટમાં BAD BANKની જાહેરાત થઇ શકે છે ? જાણો શું છે ઉદ્દેશ્ય
KRISHNAMURTHYSUBRAMANIAN - CEA

Follow us on

Budget 2021 : મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમે ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળ બેડ બેંક (BAD BANK ) ની સ્થાપનાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું છે કે નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ની સમસ્યાનો અસરકારક રીતે નિકાલ કરવા માટે બેડ બેંક જરૂરી છે. એવું માનવામાં આવે છે કે કોવિડ -19 ને કારણે રિઝર્વ બેંક દ્વારા અપાયેલી નિયમનકારી મુક્તિ પાછી ખેંચ્યા પછી બેંકના દેવામાં મોટો વધારો થઈ શકે છે.

સરકાર લાંબા સમયથી બેડ બેંકની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે લોકસભામાં કેટલાક પગલાઓની જાહેરાત 2021-22ના બજેટમાં કરી શકે છે. બેડ બેંક એટલે એક નાણાકીય સંસ્થા કે જે દેવું ડૂબતા કર્જને લઈ સમાધાનની પ્રક્રિયા આગળ વધારશે. લાંબા સમયથી બેડ બેંકની સ્થાપનાની માંગ કરાઈ રહી છે.

NPA ઘટાડવામાં મદદ મળશે
સુબ્રમણ્યમે કહ્યું, ‘બેડ બેંકની રચના ચોક્કસપણે કેટલાક NPAના એકીકરણમાં મદદ કરશે. ખાનગી ક્ષેત્રમાં બેડ બેંકના અમલીકરણ પર વિચાર કરવો જોઇએ તે પણ મહત્વનું છે. આ નિર્ણય લેવાની પ્રક્રિયાને વેગ આપાશે. ”‘ 3 C ’ને કારણે જાહેર ક્ષેત્રમાં ડૂબેલા દેવાના સમાધાનમાં વિલંબ થાય છે. 3C CBI, CVC અને CAGનો તેમણે સંદર્ભ આપ્યો હતો.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ખાનગી ક્ષેત્રમાં રચના થાય
CEA એ કહ્યું, ‘બેડ બેંકનો વિચાર આ સમયે જરૂરી છે પરંતુ તેને વધુ અસરકારક બનાવવા માટે, તે ખાનગી ક્ષેત્રમાં રચના થવી જોઈએ. ‘આ વિચાર સૌ પ્રથમ આર્થિક સમીક્ષા -2017 માં સામે આવ્યો હતો. સમીક્ષામાં, બેડ બેંક જાહેર ક્ષેત્રની સંપત્તિ પુનર્વસન એજન્સી – PARAના નામે દરખાસ્ત કરવામાં આવી હતી.

RBIના ગવર્નર દાસે પણ બેડ બેંકનો વિચાર રજૂ કર્યો હતો
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકિંતા દાસે સંકેત આપ્યો હતો કે સેન્ટ્રલ બેંક બેડ બેંકના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. સુબ્રમણ્યમે કહ્યું કે કોવિડ -19 ને કારણે હાલની છૂટછાટો બાદ એસેટ ક્વોલિટી રિવ્યુ (AQR) થવી જોઈએ. નોંધનીય છે કે રોગચાળાને કારણે વિશ્વભરના નિયમનકારોએ આર્થિક પડકારો વચ્ચે કેટલીક નિયમનકારી રાહત આપી છે જે ભારતમાં પણ કરવામાં આવ્યું છે.

Next Article