દુનિયામાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોના દિવસ પૂરા થઈ જશે! E-Carનો ફાયદો નહીં પણ છે મહાફાયદો

|

Jul 06, 2019 | 2:11 PM

શું પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો જમાનો પૂરો થવા આવ્યો છે. શું તમારી આગામી કાર ઈ-કાર હશે. આ તમામ પ્રશ્નો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે સરકાર પર્યાવરણની સાથે વિદેશી હૂંડિયામણની પણ ચિંતામાં છે. જેને લઈને નાણા પ્રધાન નિર્મલા સિતારમણે રજૂ કરેલા બજેટમાં ઈ-કારની લોન પર ઈન્કમ ટેક્ષમાં દોઢ લાખની છૂટ અપાઈ છે. […]

દુનિયામાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોના દિવસ પૂરા થઈ જશે! E-Carનો ફાયદો નહીં પણ છે મહાફાયદો

Follow us on

શું પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો જમાનો પૂરો થવા આવ્યો છે. શું તમારી આગામી કાર ઈ-કાર હશે. આ તમામ પ્રશ્નો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે સરકાર પર્યાવરણની સાથે વિદેશી હૂંડિયામણની પણ ચિંતામાં છે. જેને લઈને નાણા પ્રધાન નિર્મલા સિતારમણે રજૂ કરેલા બજેટમાં ઈ-કારની લોન પર ઈન્કમ ટેક્ષમાં દોઢ લાખની છૂટ અપાઈ છે. ઈ-વાહનોની ખરીદી પર ટેક્સને 12થી ઘટાડીને 5 સુધી કરી દેવાયો છે. અને મોદી સરકાર દ્વારા દેવાતો આ ફાયદો માત્ર ભારતીયોને નહીં પણ દુનિયામાં તેની અસર થશે.

આ પણ વાંચોઃ મોબાઈલ ફોનની માફક ઘર-ઘરમાં દેખાશે E-Car, બજેટમાં સરકારની યોજનાનો ખુલાસો, જાણો E-Carના ફાયદા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

જળવાયુ પરિવર્તન પર પેરિસમાં થયેલા કરાર મુજબ દુનિયાભરમાં ગરમીના તાપમાનને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અને આ લક્ષ્યને પૂરુ કરવા માટે International Energy Agency મુજબ 2040 સુધીમાં દુનિયામાં 60 કરોડ ઈલેક્ટ્રિક ગાડીઓની જરૂર પડશે. પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ભારત 3 ક્રમે છે. ત્યારે ભારતમાં આ પ્રકારની ટેક્નોલોજીના વપરાશથી આર્થિક અસરમાં મોટો ફેરફાર થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈ-વાહનથી દેશની અર્થવ્યવસ્થા તો બદલશે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે, તમારા ઘરનું પણ આર્થિક ભારણ ઓછું થશે. એક ગણિત પ્રમાણે તમારા ઘરમાં હાજર પેટ્રોલ કારની એવરેજ 15 કીમિ પ્રતિ લિટર છે. અને તમે રોજ 50 કિમી દૂર પ્રવાસ કરો છો. તો એક વર્ષમાં 84 હજાર 350 રૂપિયાનો તમારો ખર્ચ પેટ્રોલ પાછળ થઈ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પરંતુ જો તમે ઈલેક્ટ્રિક કાર ચલાવવાની શરૂઆત કરશો અને વર્ષમાં 1825 યૂનિટ વીજળીના વપરાશથી માત્ર 9 હજાર 125 રૂપિયાનો બોજો તમારા ખિસ્સા પર પડશે. પેટ્રોલ કાર આશરે 5 રૂપિયા પ્રતિકિમી ખર્ચ આપે છે ત્યારે ઈલેક્ટ્રિક કાર માત્ર 50 પૈસા પ્રતિ કિમી ખર્ય આપશે. તો કુલ હિસાબમાં વાર્ષિક 70 હજાર રૂપિયાનો તમે બચાવ કરી શકો છો.

આ સમગ્ર હિસાબ પેટ્રોલથી ચાલતી એક સામાન્ય કારના આધારે કરાયો છે. જો તમે પેટ્રોલથી ચાલતી મોંઘી અને ઓછી એવરેજ આપતી કારનો હિસાબ લગાવો છો તો તમને સમજાશે કે, તમારા માટે ઈ-કાર કેટલી મહત્વની છે. નોકરીયા કે ધંધાદારી કોઈપણ વ્યક્તિ મહામહેનતે પોતાના એક-એક રૂપિયાની બચત કરતા હોય છે. ત્યારે એક સાથે 70 હજારની બચત કોઈપણ વ્યક્તિ માટે લક્કી ડ્રો સમાન છે.

પેટ્રોલ અને ડીઝલ દુનિયાભરમાં તમામ દેશોની ભોજન પછી બીજી જરૂરિયાત બની ચૂકી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી મુજબ 2030 સુધીમાં પેટ્રોલ ઈન્ડસ્ટ્રિઝ ખતમ થવાની છે.

અને આગામી સમયમાં ઈ-વાહનોના આધારે દેશનું પરિવહન વ્યવહાર ટકી શકશે. જોવામાં આવે તો પેટ્રોલથી ચાલતી કારનું આયુષ્ય 3 લાખ કિમી જ માનવામાં આવે છે. જ્યારે ઈલેક્ટ્રિકથી ચાલતી કારનું અસ્તિત્વ 16 લાખ કિમી સુધી ટકી રહે છે. ઈલેક્ટ્રિક ગાડીમાં 18થી 25 જ Moving Parts હોય છે. જ્યારે પેટ્રોલ-ડીઝલ કારોમાં 2 હજારથી વધુ Moving Parts હોય છે. જેથી રિપેરિંગ ખર્ચમાં પણ બચાવ કરી શકાય છે.

Next Article