પુતિને ડોલરથી અમેરિકાને બરબાદ કરવાની બનાવી યોજના, લોન્ચ કરી નવી કરન્સી ? જાણો શું છે હકીકત

BRICS દરમિયાન સોશિયલ મીડિયા પર કરન્સીની એક તસવીર વાયરલ થઈ હતી. આ કરન્સી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએસ ડોલરના વિકલ્પ તરીકે બ્રિક્સ કરન્સીની જાહેરાત કરી છે અને ડી-ડોલરાઇઝેશનનો વિચાર આગળ ધપાવ્યો છે. ત્યારે હકીકત શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

પુતિને ડોલરથી અમેરિકાને બરબાદ કરવાની બનાવી યોજના, લોન્ચ કરી નવી કરન્સી ? જાણો શું છે હકીકત
US Dollar
| Updated on: Oct 31, 2024 | 4:32 PM

તાજેતરમાં BRICS સમિટ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં નાણાકીય સુધારા સંબંધિત ઘણી ચર્ચાઓ થઈ. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કરન્સીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તાજમહેલનો ફોટો છપાયેલો જોવા મળી રહ્યો છે. આ કરન્સી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએસ ડોલરના વિકલ્પ તરીકે બ્રિક્સ કરન્સીની જાહેરાત કરી છે અને ડી-ડોલરાઇઝેશનનો વિચાર આગળ ધપાવ્યો છે. ડી-ડોલરાઇઝેશન એટલે યુએસ ડોલર સિવાયની કરન્સીમાં વેપાર. કરન્સીની તસવીરો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર પુતિનની ટિપ્પણીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે ડોલરનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે અને જે લોકો તેનો આ રીતે ઉપયોગ કરે છે તેમની માટે આ એક મોટી ભૂલ છે. ત્યારે હવે જાણીશું કે શું બ્રિક્સ દેશોની કરન્સી નોટો પર ભારતના તાજમહેલની તસવીર હશે ? શું બ્રિક્સ દેશોએ આ કરન્સી નોટ માટે મંજૂરી આપી છે ? 23 ઓક્ટોબરે જ્યારે રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ દેશોની વાર્ષિક પરિષદ યોજાઈ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો