AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડર થયું સસ્તું, જાણો નવા ભાવ !

જુલાઈ મહિનાની શરૂઆત ગ્રાહકો માટે રાહતના સમાચાર સાથે થઈ છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક ગ્રાહકોને મોટી રાહત મળશે.

Breaking News : મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડર થયું સસ્તું, જાણો નવા ભાવ !
LPG Price CutImage Credit source: AI Generated
| Updated on: Jul 01, 2026 | 9:20 AM
Share

જુલાઈ મહિનાની શરૂઆત ગ્રાહકો માટે રાહતના સમાચાર સાથે થઈ છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની જેમ આ વખતે પણ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક ગ્રાહકોને મોટી રાહત મળશે. નવી કિંમતો મુજબ, દિલ્હીમાં અગાઉ ₹3,113માં મળતો 19 કિલોગ્રામનો કોમર્શિયલ LPG સિલિન્ડર હવે ₹2,930માં ઉપલબ્ધ થશે. એટલે કે પ્રતિ સિલિન્ડર ₹183નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા દરો આજથી 1 જુલાઈથી અમલમાં આવ્યા છે.

જુલાઈની શરૂઆતમાં મોટી રાહત

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે. જુલાઈની શરૂઆત રાહતભરી રહી છે. તાજેતરના મધ્ય પૂર્વના તણાવને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તીવ્ર વધારો કરવામાં આવ્યો હતો. હવે આજથી 1 જુલાઈ 2026ના રોજ દિલ્હી અને અન્ય શહેરોમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એ નોંધવું જોઈએ કે 2026માં આ પહેલી વાર છે જ્યારે તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.

સતત વધારા બાદ આજે ભાવમાં ઘટાડો

આ વર્ષે લગભગ દર મહિને 19 કિલોગ્રામ LPG સિલિન્ડરના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. જાન્યુઆરીમાં, ભાવ પ્રતિ સિલિન્ડર ₹1691 હતો. જે વધારા પછી પણ સતત વધતો રહ્યો હતો. છેલ્લા બે મહિના પર નજર કરીએ તો, મે મહિનામાં તેમાં ₹993નો વધારો કરવામાં આવ્યો હતો. જે પહેલીવાર ₹3000ને ભાવ વટાવી ગયો હતો. જૂનની શરૂઆતમાં પણ ₹42નો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3113.50 પર પહોંચી ગયો હતો.

ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત છે

જ્યારે તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરીને રાહત આપી છે ત્યારે ઘરેલુ LPG સિલિન્ડર (14 કિલો LPG સિલિન્ડર) ના ભાવ યથાવત છે. એટલે કે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 942 રૂપિયા છે અને કોલકાતામાં 968 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં 14 કિલો સિલિન્ડર 941.50 રૂપિયામાં છે. ચેન્નાઈમાં 957.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે ગુજરાતમાં 14 કિલોગ્રામ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત તમારા ચોક્કસ શહેર પર આધાર રાખીને આશરે ₹947થી ₹962 ની વચ્ચે છે.

આ પણ વાંચો, હવે સ્માર્ટ મીટર જાતે જ પકડશે વીજ ચોરી! કોઈ ફરિયાદની જરૂર નહીં, અત્યાર સુધીમાં 900થી વધુ કેસ ઝડપાયા

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">