
ઈરાન અમેરિકા યુદ્ધને કારણે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ટ્રાફિક સ્થગિત થવાથી વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો ભાગ ખોરવાઈ ગયો છે. હાલમાં, આ સંઘર્ષ ઓછો થવાના કોઈ સંકેતો દેખાઈ નથી રહ્યા. ત્યારે ભારતનો સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ ટોટલ સ્ટોરેજ કેપેસિટીના 64% જ બચ્યો છે.
ઈન્ડિયા ટુડે દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય પાસેથી મળેલી એક RTI માં કહેવાયુ છે કે આયાતમાં અડચણો આવવાને કારણે ભારતના કૂટનીતિક કાચા તેલનો ભંડાર લગભગ 10 દિવસ ચાલે એટલો છે. RTI ના જવાબમાં આગળ એમ પણ કહેવાયુ છે કે રણનીતિક પેટ્રોલિયમ ભંડાર (Strategic Petrolium Reserve) કાર્યક્રમને સૌપ્રથમ 7 જાન્યુઆરીએ મંજૂરી આપવામાં આવી હતી અને તેને લાગુ કરવા માટે 16 જૂન 2004 એ ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમીટેડ (ISPRL) ની સ્થાપના કરવામાં આવી હતી.
હાલ ભારતમાં ત્રણ સ્થાને વિશાખાપટ્ટનમ (1.33 મિલિયન મેટ્રિક ટન, મેંગાલુરુ (1.5 મિલિયન મેટ્રિક ટન) અને પડુર (2.5 મિલિયન મેટ્રિક ટન) માં કૂલ 5.33 મિલિયન મેટ્રિક ટન SPR ભંડારણ ક્ષમતા છે.
23 માર્ચ 2026 ના રોજ રાજ્યસભામાં આપેલા એક નિવેદનમાં, સરકારે જણાવ્યું હતું કે ISPRL પાસે આશરે 3.372 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો ભંડાર છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના લગભગ 64% હિસ્સો ધરાવે છે. એક RTI રિપોર્ટમાં વધુમાં નોંધાયું છે કે સામાન્ય તેલ અનામત અંગેના આંકડા સ્ટોક અને વપરાશના સ્તરના આધારે વધઘટ થાય છે.
RTI જવાબમાં એ પણ બહાર આવ્યું છે કે જુલાઈ 2021 માં, સરકારે SPR નેટવર્કના વિસ્તરણને મંજૂરી આપી હતી, જેમાં ઈમરજન્સી તેલ રિઝર્વ માટે એક્સ્ટ્ર પ્લાન્ટ્સ- ચંડીખોલ (ઓડિસા) માં 4 MMT ક્ષમતા અને પડૂરમાં(કર્ણાટક) 2.5 MMT ની ક્ષમતાને મંજૂરી આપવામાં આવી હતી.
વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત એ સરકાર દ્વારા યુદ્ધ, કુદરતી આફતો અથવા પુરવઠામાં વિક્ષેપ જેવી કટોકટીની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ભૂગર્ભ સંગ્રહ સુવિધાઓમાં જાળવવામાં આવતા સ્ટોક છે. આ અનામત રાષ્ટ્રની ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સેવા આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ભારતના ઈમરજેન્સી તેલ રિઝર્વ તરીકે કાર્ય કરે છે. તેનાથી વિપરીત, સામાન્ય ક્રૂડ ઓઇલ ભંડાર રિફાઇનરીઓ દ્વારા વ્યાપારી હેતુઓ માટે જાળવવામાં આવે છે, મુખ્યત્વે પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણના ઉત્પાદન માટે.
મીડિયા અહેવાલો અનુસાર, ભારતમાં હાલમાં 60 થી 70 દિવસના પેટ્રોલિયમ, અનરિફાઈન્ડ ક્રૂડ ઓઇલ અને ઈમરજન્સી સ્ટોર્સનો સંયુક્ત ભંડાર છે. વધુમાં, સંસદમાં બોલતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્ટિ આપી હતી કે ભારતમાં પૂરતો તેલ ભંડાર છે. સોમવારે, જુનિયર પેટ્રોલિયમ મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, તમામ પ્રકારના ઇંધણને ધ્યાનમાં લેતા, ભારતમાં હાલમાં 74 દિવસના વપરાશ જેટલો કુલ ઊર્જા ભંડાર છે.
Published On - 6:59 pm, Tue, 24 March 26