Breaking News : સોનું, ચાંદી અને શેરબજાર, બધામાં ઉથલપાથલ… માત્ર 4 દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા 55,000નો કડાકો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ 19માં દિવસમાં પ્રવેશ્યું છે. યુદ્ધના તણાવ અને HDFC બેંકના ચેરમેનના રાજીનામાની અસર આજે બજારમાં જોવા મળી છે. શેરબજારનું સેન્ટિમેન્ટ હચમચી ગયું છે. તો બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.

| Edited By: | Updated on: Mar 19, 2026 | 3:40 PM
1 / 5
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 19 દિવસથી યુદ્ધ ખેલાઈ રહ્યું છે. યુદ્ધને કારણે, શેરબજાર ઉપર ભારે ફટકો પડ્યો છે. છેલ્લા ચાર દિવસમાં, સોનાના ભાવમાં રૂપિયા 50,000નો ઘટાડો થયો છે. દરમિયાન, ભારતીય શેરબજારમાં આજે અચાનક લગભગ 2,000 પોઈન્ટનો ઘટાડો થયો છે.

2 / 5
આજે ગુરુવારે, સોનાના ભાવમાં ઘટાડો સતત ચાલુ રહ્યો છે. 24-કેરેટ (24K) સોનાનો ભાવ ઘટીને  રૂપિયા 154,790 પ્રતિ 10 ગ્રામ થયો છે, જે 2,780 નો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે, 22-કેરેટ સોનાનો ભાવ  રૂપિયા 141,900 પ્રતિ 10 ગ્રામ થયો, જે  રૂપિયા 2,550 નો ઘટાડો દર્શાવે છે.

3 / 5
19 માર્ચ, 2026 ના રોજ, દિલ્હીમાં ચાંદીના ભાવ  રૂપિયા 260 પ્રતિ ગ્રામ હતો. જે અગાઉના દિવસના  રૂપિયા 265 પ્રતિ ગ્રામના દરની તુલનામાં  રૂપિયા 5 પ્રતિ ગ્રામનો ઘટાડો દર્શાવે છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 2,600 પર રહ્યો હતો જે અગાઉના સત્રના રૂપિયા 2,650 ના ભાવથી  રૂપિયા 50 નો ઘટાડો છે.

4 / 5
100 ગ્રામ ચાંદીનો ભાવ  રૂપિયા 26,000 પર નોંધાયો હતો, જે  રૂપિયા 500 નો ઘટાડો દર્શાવે છે. દરમિયાન, 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ  રૂપિયા 260,000 પર આવ્યો છે. જે પાછલા દિવસના  રૂપિયા 265,000 ના ભાવ કરતા રૂપિયા 5,000 ઓછો છે.

5 / 5
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે શેરબજાર પહેલાથી જ દબાણ હેઠળ હતુ. જોકે, છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં બજારમાં મજબૂત રિકવરી જોવા મળી હતી. પંરતુ, બુધવારે રાત્રે HDFC બેંકના ચેરમેન અને ગુજરાતના પૂર્વ સનદી અધિકારી અર્તનુ ચક્રવર્તીના રાજીનામાથી બજારનું સેન્ટીમેન્ટ ફરી એકવાર ખોરવાઈ ગયું છે.  જેના કારણે ગુરુવારે બજાર ખુલતાની સાથે જ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Published On - 3:37 pm, Thu, 19 March 26

Follow Us