Breaking News : IPO લિસ્ટિંગ બાદ જિયોની વધુ એક મોટી સફળતા, બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ₹8,389 કરોડનો નફો

RIL અને જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms) ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2026- 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં, જિયો પ્લેટફોર્મ્સનો ચોખ્ખો નફો 14 ટકા વધીને ₹8,389 કરોડ થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹7,379 કરોડ હતો.

Breaking News : IPO લિસ્ટિંગ બાદ જિયોની વધુ એક મોટી સફળતા, બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ₹8,389 કરોડનો નફો
| Updated on: Oct 30, 2026 | 8:48 PM

આ સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં મજબૂત પ્રવેશ કર્યા બાદ, શુક્રવારે જિયો પ્લેટફોર્મ્સે (Jio Platforms) પ્રથમ વખત તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો (consolidated net profit) 14 % વધીને રૂ. 8389 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં, કંપનીએ રૂ. 7354 કરોડનો નફો નોંધાવ્યો હતો.

કંપનીના નફામાં થયેલી આ વૃદ્ધિ મુખ્યત્વે નવા ગ્રાહકોની સંખ્યામાં વધારો, ડિજિટલ સેવા વ્યવસાયમાં આવેલી ગતિ અને પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) માં થયેલા સામાન્ય વધારાને આભારી છે. જિયો પ્લેટફોર્મ્સની કામગીરીમાંથી થતી આવક પણ 11% વધીને રૂ. 40475 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 36332 કરોડ હતી.

ચોખ્ખા નફામાં વધારો

જૂન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં કંપનીના પરિણામોમાં સુધારો જોવા મળ્યો છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં, જિયોનો ચોખ્ખો નફો રૂ. 7765 કરોડ હતો, જે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 8% વધીને આ સ્તરે પહોંચ્યો છે. આ ઉપરાંત, કંપનીની આવકમાં પણ ત્રિમાસિક ધોરણે 3% વૃદ્ધિ જોવા મળી છે. 28 ઓક્ટોબરે શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ જિયો પ્લેટફોર્મ્સના આ પ્રથમ ત્રિમાસિક પરિણામો છે. કંપનીના શેર રૂ. 1358 ના ભાવે લિસ્ટ થયા હતા, જે તેની ઇશ્યુ પ્રાઇસ (રૂ. 1119) કરતા લગભગ 21% વધુ હતા.

આ ત્રિમાસિક ગાળા માટે EBITDA (વ્યાજ, કર, ઘસારો અને અમોર્ટાઇઝેશન પહેલાંની કમાણી) વાર્ષિક ધોરણે 17% વધ્યું છે. આ વૃદ્ધિ આવકમાં વધારો, ઓપરેટિંગ લિવરેજ અને માર્જિનમાં 250 બેસિસ પોઈન્ટ્સ (bps) ના વિસ્તરણને કારણે શક્ય બની છે. બીજા ત્રિમાસિક ગાળામાં, ARPU (પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક) વધીને રૂ. 218.8 થઈ છે. ફિક્સ્ડ બ્રોડબેન્ડ ગ્રાહકો માટેની પ્રમોશનલ યોજનાઓની અસરને, ગ્રાહકોના બહેતર મિશ્રણ (subscriber mix) અને વપરાશમાં થયેલા વધારા દ્વારા સરભર કરી લેવામાં આવી હતી. શેરબજારમાં લિસ્ટિંગ બાદના પ્રથમ પરિણામો

જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર (MD) આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે અમારા નવા શેરધારકોનું જિયો પ્લેટફોર્મ્સ પરિવારમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. પબ્લિક લિસ્ટેડ કંપની તરીકે, અમે એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ ત્રિમાસિક ગાળાના પરિણામો અમારા 5G નેટવર્કની મજબૂતી દર્શાવે છે. વધુમાં, અમારી બ્રોડબેન્ડ અને ડિજિટલ સેવાઓની પહોંચ સતત વિસ્તરી રહી છે.”

કંપનીના સંચાલકીય પ્રદર્શનમાં પણ સુધારો થયો છે. જિયોનું EBITDA માર્જિન 2.5 ટકા પોઈન્ટ વધીને 54.1% પર પહોંચ્યું છે. બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન, દરેક ગ્રાહકે દર મહિને સરેરાશ 44.2 GB ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, કંપનીના કુલ ડેટા ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે 22%નો વધારો થયો છે. નવા ગ્રાહકો ઉમેરવાની ગતિ મજબૂત રહી છે; માસિક ‘ચર્ન રેટ’ (એટલે ​​કે જે દરે ગ્રાહકો જિયો નેટવર્ક છોડીને જાય છે તે દર) બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 1.6% પર સ્થિર રહ્યો હતો, જ્યારે કંપનીએ 9.1 મિલિયન (91 લાખ) નવા ગ્રાહકો ઉમેર્યા હતા.

જિયોના 5G ગ્રાહકોની સંખ્યા 300 મિલિયનને વટાવી ગઈ

સપ્ટેમ્બરના અંત સુધીમાં, જિયોના 5G ગ્રાહકોની સંખ્યા વધીને 300 મિલિયન (30 કરોડ) થઈ ગઈ છે. છેલ્લા 12 મહિનામાં, કંપનીએ 66 મિલિયન (6.6 કરોડ) નવા 5G ગ્રાહકો ઉમેર્યા છે. ગ્રાહકો દ્વારા 5G સેવાઓ અપનાવવાનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે; હાલમાં જિયોના કુલ વાયરલેસ ડેટા ટ્રાફિકમાં 5Gનો હિસ્સો 56% છે.

 

Breaking News : Jio IPOના લિસ્ટિંગના બીજા જ દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મોટો નિર્ણય, આ કંપની થઈ રહી બંધ

Published On - 8:47 pm, Fri, 30 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.