માત્ર 5 મિનિટમાં BITCOIN ધરાશાયી થયો, મૂલ્યમાં નોંધાયો 1.47 લાખ રૂપિયાનો ઘટાડો, જાણો વિગતવાર

|

Apr 01, 2021 | 2:15 PM

બિટકોઇન( Bitcoin Price )ના મૂલ્યમાં જબરદસ્ત ઘટાડો થયો છે. માત્ર 5 મિનિટમાં આ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં 2000 ડોલર (આશરે 1,46,691 રૂપિયા) નો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

માત્ર 5 મિનિટમાં BITCOIN ધરાશાયી થયો, મૂલ્યમાં નોંધાયો 1.47 લાખ રૂપિયાનો ઘટાડો, જાણો વિગતવાર
BITCOIN

Follow us on

બિટકોઇન( Bitcoin Price )ના મૂલ્યમાં જબરદસ્ત ઘટાડો થયો છે. માત્ર 5 મિનિટમાં આ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં 2000 ડોલર (આશરે 1,46,691 રૂપિયા) નો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. હકીકતમાં બુધવારે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વધતી અનિશ્ચિતતાને કારણે બિટકોઇનની કિંમત ફક્ત 5 મિનિટમાં 59,350 થી ઘટીને 57,000 ડોલરની નજીક પહોંચી ગઈ છે. નોમિક્સના ડેટા અનુસાર આ ઘટાડા છતાં ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપ અત્યાર સુધીમાં 2.4 ટકા વધીને 1.92 ટ્રિલિયન થઈ ગઈ છે.

એપ્રિલ 1 ના ભાવોની વાત કરીએ તો કોઇનડેસ્ક પર 1 બીટકોઈનનો ભાવ પાછો 59,000 ની નજીક પહોંચ્યો હતો. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો બિટકોઇનની મહત્તમ કિંમત 59,934 ડોલર નોંધાઈ છે અને લઘુત્તમ કિંમત 56,000 ડોલરની આસપાસ છે.

રોકાણકારોને મળ્યું બેસ્ટ રિટર્ન
એક મીડિયા અહેવાલ અનુસાર સોના, શેરબજાર અને બિટકોઇન સામે 2021 માં ઈરેડીયમ કરન્સીએ સૌથી વધુ વળતર આપ્યું છે. જાન્યુઆરીથી તેના દરમાં 131 ટકાનો વધારો થયો છે જ્યારે બિટકોઇનમાં 85 ટકાનો વધારો થયો છે. ઇરેડિયમ એ પ્લેટિનમ અને પેલેડિયમનું બાય-પ્રોડક્ટ છે. સપ્લાયમાં ઘટાડો થવાને કારણે તેના દરોમાં ઘણો ઉછાળો રહ્યો છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સ્ક્રીન, રિફાઇનર્સ બનાવવા માટે થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉજ્જવળ ભાવિનો ઘણા અબજોપતિઓને વિશ્વાસ
બજારના નિષ્ણાતો કહે છે કે 2021 ના ​​અંત સુધીમાં બિટકોઇન 100000 ડોલરની સપાટી પર પહોંચી શકે છે. ટેસ્લા, એલોન મસ્ક, માસ્ટરકાર્ડ જેવી કંપનીઓએ આ ક્રિપ્ટોકરન્સી પર પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે ત્યારથી તેની કિંમતમાં જંગી વધારો થયો છે.

બિટકોઇન શું છે
બિટકોઇન એ એક ક્રિપ્ટોકરન્સી છે. તે સતોશી નાકામોટી દ્વારા 2008 માં બનાવવામાં આવી હતી. જોકે આજદિન સુધી સતોશી નાકામોટી કોણ છે તે જાણી શકાયું નથી. તે પ્રથમ 2009 માં ઓપન સોર્સ સોફ્ટવેર તરીકે બહાર પાડવામાં આવ્યું હતું. તે કોઈપણ બેંક અથવા સરકાર દ્વારા નિયંત્રિત નથી.ભારતમાં રિઝર્વ બેંકે તેને માન્યતા આપી નથી પરંતુ સુપ્રીમ કોર્ટે વર્ચુઅલ ચલણ દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપી છે. એટલે કે બિટકોઇનથી ભારતમાં વેપાર થઈ શકે છે.

Next Article