AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Industries: આકાશ અંબાણીને JIOના ચેરમેન બનાવ્યા બાદ હવે મુકેશ અંબાણી રિટેલ યુનિટની કમાન ઈશાને સોંપવા તરફ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ પુત્ર આકાશ અંબાણીને રિલાયન્સ જિયોના ચેરમેન બનાવ્યા બાદ હવે પુત્રી ઈશા અંબાણીને રિટેલ યુનિટની અધ્યક્ષ બનાવવામાં આવનાર છે.

Reliance Industries: આકાશ અંબાણીને JIOના ચેરમેન બનાવ્યા બાદ હવે મુકેશ અંબાણી રિટેલ યુનિટની કમાન ઈશાને સોંપવા તરફ
Mukesh Ambani ,Isha ambani (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 2:42 PM
Share

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani)એ પુત્ર આકાશ અંબાણી(Akash Ambani) ને રિલાયન્સ જિયો (Reliance Jio)ના ચેરમેન બનાવ્યા બાદ હવે પુત્રી ઈશા અંબાણી (Isha Ambani)રિટેલ યુનિટની અધ્યક્ષ બનવા જઈ રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બુધવાર, 30 જૂને ઇશા અંબાણીને રિટેલ યુનિટના ચેરમેન બનાવવા માટે સત્તાવાર જાહેરાત કરી શકે છે. જણાવી દઈએ કે ઈશા અંબાણી હાલમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ડિરેક્ટરના પદ પર છે. જો કે, કંપનીના એક અધિકારીએ આ સમગ્ર મામલે ટિપ્પણી કરવાનો સીધો ઇનકાર કર્યો હતો.

આકાશ અંબાણી બાદ ઈશા અંબાણીને પણ પ્રમોટ કરવામાં આવશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઈશા અંબાણીની પ્રમોશન તેના ભાઈ આકાશ અંબાણીના પ્રમોશન પછી જ થવા જઈ રહી છે. મંગળવારે, 28 જૂને, મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીને રિલાયન્સના ટેલિકોમ યુનિટ Jioના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો બંને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપનીઓ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વર્તમાન માર્કેટ કેપ 219.24 બિલિયન ડોલર છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.

આકાશ અને ઈશા અંબાણી જોડિયા ભાઈ-બહેન છે

તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આકાશ અંબાણી જોડિયા ભાઈ-બહેન છે, જેમની ઉંમર 30 વર્ષ છે. બંનેનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. ઈશા અને આકાશ સિવાય અનંત અંબાણી મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર છે, અનંત 27 વર્ષના છે. રિલાયન્સના રિટેલ યુનિટના ચેરમેન બનવા જઈ રહેલી ઈશા અંબાણી વર્ષ 2014માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થઈ ગઈ છે.

ઈશા અંબાણી પિરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલની વહુ છે.

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે થયા હતા. આનંદ પીરામલ પિરામલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આનંદ પીરામલના પિતા અજય ગોપીકિશન પીરામલ પિરામલ ગ્રુપના ચેરમેન છે. અજય પીરામલ ફોર્બ્સની સૌથી ધનિક લોકોની યાદીમાં 687મા ક્રમે છે, તેમની કુલ સંપત્તિ 4.2 બિલિયન ડોલર છે. બીજી તરફ તેમના પિતરાઈ ભાઈ મુકેશ અંબાણી આ યાદીમાં 10મા સ્થાને છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 90.7 બિલિયન ડોલર છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">