AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનીલ અંબાણીને હાઈકોર્ટથી મોટી રાહત, 420 કરોડની ટેક્સ ચોરીનો છે મામલો

રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીને ટેક્સ ચોરી સંબંધિત એક કેસમાં મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરતા આવકવેરા વિભાગને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.

અનીલ અંબાણીને હાઈકોર્ટથી મોટી રાહત, 420 કરોડની ટેક્સ ચોરીનો છે મામલો
Big relief to Anil Ambani from the High
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 9:48 AM
Share

મુકેશ અંબાણીના ભાઈ અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે. બ્લેક મની એક્ટ હેઠળ કથિત કરચોરી સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે, હાઈકોર્ટે આવકવેરા વિભાગને ઘણી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. આમાં સૌથી મોટી રાહત આવકવેરા વિભાગને પેનલ્ટી નોટિસ પર 17 માર્ચ સુધી કોઈ કાર્યવાહી કરવાથી રોકવાની છે.

અનિલ અંબાણીને બ્લેક મની (અનડિસક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) એક્ટ-2015 હેઠળ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. જેને અનિલ અંબાણીએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે જસ્ટિસ જી. એસ. પટેલ અને નીલા ગોખલેની બેન્ચે સુનાવણી દરમિયાન આ આદેશ જારી કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

આવકવેરા વિભાગે અનિલ અંબાણીને રૂ. 420 કરોડની કથિત કરચોરી બદલ કારણ બતાવો નોટિસ પાઠવી હતી. આવકવેરા વિભાગે 8 ઓગસ્ટ 2022ના રોજ અંબાણીને આ નોટિસ જારી કરી હતી. નોટિસ અનુસાર, અનિલ અંબાણીના સ્વિસ બેંક ખાતામાં 814 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત આવક છુપાવવામાં આવી છે. તેના પર લગભગ 420 કરોડ રૂપિયાનો ટેક્સ લાગે છે.

અનિલ અંબાણીને બોમ્બે હાઈકોર્ટ તરફથી રાહત

અનિલ અંબાણી વતી વરિષ્ઠ વકીલ રફીક દાદાએ દલીલો રજૂ કરી હતી. તેણે કોર્ટને જણાવ્યું કે કારણ બતાવો નોટિસની સાથે આવકવેરા વિભાગે પેનલ્ટીની નોટિસ પણ જારી કરી છે. તેમણે આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી છે. સાથે જ અરજીમાં સુધારો કરવાની પણ પરવાનગી માંગવામાં આવી હતી.

આ અંગે સુનાવણી કરતાં હાઈકોર્ટે અરજીમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત, આવકવેરા વિભાગને 17 માર્ચે આગામી સુનાવણી સુધી પેનલ્ટી નોટિસ પર કોઈપણ કાર્યવાહી કરવા પર રોક લગાવવામાં આવી છે.

અનિલ અંબાણીની દલીલ છે કે સરકારે વર્ષ 2015માં બ્લેક મની કાયદો લાગુ કર્યો હતો. જ્યારે કથિત વ્યવહાર કે જેના સંબંધમાં આ દાવો દાખલ કરવામાં આવ્યો છે તે મૂલ્યાંકન વર્ષ 2006-07 અને 2010-11 માટે છે.

અનિલ અંબાણીને અગાઉ પણ મળી હતી રાહત

આ પહેલા પણ બોમ્બે હાઈકોર્ટે અનિલ અંબાણીને મોટી રાહત આપી હતી. 26 સપ્ટેમ્બર 2022ના રોજ વચગાળાની રાહત આપતી વખતે, હાઈકોર્ટે અનિલ અંબાણી વિરુદ્ધ જારી કરાયેલ કારણ બતાવો નોટિસ પર કોઈપણ પગલાં લેવા પર રોક લગાવી હતી

ઈરાદાપૂર્વક ટેક્સની ચોરી

આવકવેરા વિભાગે તેની નોટિસમાં કહ્યું છે કે અનિલ અંબાણી પર બ્લેક મની એક્ટની કલમ 50 અને 51 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ હેઠળ મહત્તમ 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે અનિલ અંબાણીએ ‘ઈરાદાપૂર્વક’ કરચોરી કરી હતી. તેમનો વિદેશી બેંક ખાતાની માહિતી શેર કરવાનો ઈરાદો નહોતો.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">