ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરોમાં મોટો ઉછાળો, રૂ. 7 થી રૂ. 1200 પર પહોચી ગયો શેર
ઓલેક્ટ્રા ગ્રીનટેકે માહિતી આપી છે કે કંપનીને વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઈ તરફથી 40 ઈલેક્ટ્રિક બસોના પુરવઠા અને જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ઇલેક્ટ્રિક બસોની કિંમત 62.80 કરોડ રૂપિયા હશે. ઇલેક્ટ્રિક બસોના સપ્લાય માટેનો આ ઓર્ડર સંપૂર્ણ વેચાણ ધોરણે છે અને તે 7 મહિનામાં પૂર્ણ થવાનો છે.

ઇલેક્ટ્રિક બસ મેન્યુફેક્ચરિંગ કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીનો શેર 3 ટકાથી વધુના ઉછાળા સાથે રૂ. 12792.60 પર પહોંચી ગયો છે.ત્યારે શેરમાં આ વધારો શાના કારણે છે તે પણ જાણીએ. ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં આ વધારો ઈલેક્ટ્રિક બસો સપ્લાય કરવાનો ઓર્ડર મળવાને કારણે થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓલેક્ટ્રા ગ્રીનટેકનો શેર રૂ.7 થી વધીને રૂ.1200 થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 1465 રૂપિયા છે. તે જ સમયે, ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 374.35 છે.
40 ઇલેક્ટ્રિક બસ માટે મળ્યો મોટો ઓર્ડર
ઓલેક્ટ્રા ગ્રીનટેકે માહિતી આપી છે કે કંપનીને વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઈ તરફથી 40 ઈલેક્ટ્રિક બસોના પુરવઠા અને જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ઇલેક્ટ્રિક બસોની કિંમત 62.80 કરોડ રૂપિયા હશે. ઇલેક્ટ્રિક બસોના સપ્લાય માટેનો આ ઓર્ડર સંપૂર્ણ વેચાણ ધોરણે છે અને તે 7 મહિનામાં પૂર્ણ થવાનો છે. ઓલેક્ટ્રા ગ્રીનટેકે સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ. 18.58 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 7.58 કરોડ હતો.
શેરમાં 17000% થી વધુનો ઉછાળો
ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. 28 માર્ચ 2014ના રોજ કંપનીના શેર રૂ. 7.10 પર હતા. Olectra Greentech ના શેર 8 ડિસેમ્બર 2023 ના રોજ 1272.60 રૂપિયા પર પહોંચી ગયા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરોએ લગભગ 17470% વળતર આપ્યું છે.
જો કોઈ વ્યક્તિએ 28 માર્ચ, 2014ના રોજ ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો આ શેરની વર્તમાન કિંમત રૂ. 1.79 કરોડ હોત. છેલ્લા 3 વર્ષમાં ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં 1070%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ. 106.70 થી વધીને રૂ. 1272.60 થયા છે.
આ અગાઉ જુલાઈમાં પણ ઓલેક્ટ્રા ગ્રીનટેકને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન તરફથી 5,150 ઈલેક્ટ્રિક બસો અને ઈલેક્ટ્રિક સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સપ્લાય ઑપરેશન અને જાળવણી માટેના પત્ર મળ્યો છે તેમ કંપનીએ 7 જુલાઈના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.
કંપનીએ રૂ. 10,000 કરોડનો ઓર્ડર મેળવ્યા બાદ ઓલેક્ટ્રા ગ્રીનટેકનો શેર 7 જુલાઈના રોજ 14 ટકા વધીને 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જે તેની માર્કેટ કેપ કરતાં પણ વધુ છે.