BHARUCH: DCM શ્રીરામ લિ. દ્વારા ગુજરાતમાં કેમિકલ બિઝનેસમાં રૂ. 1,000 કરોડનાં રોકાણને મંજૂરી

|

Jan 20, 2021 | 3:07 PM

BHARUCH: DCM શ્રીરામ લિ.ના બોર્ડએ કેમિકલ બિઝનેસમાં રૂ. 1,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. જેમાં કંપની ભરૂચ પ્લાન્ટમાં આ રોકાણ કરશે.

BHARUCH: DCM શ્રીરામ લિ. દ્વારા ગુજરાતમાં કેમિકલ બિઝનેસમાં રૂ. 1,000 કરોડનાં રોકાણને મંજૂરી
DCM કંપની ફાઇલ ફોટો

Follow us on

BHARUCH: DCM શ્રીરામ લિ.ના બોર્ડએ કેમિકલ બિઝનેસમાં રૂ. 1,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. કંપનીના કેમિકલ પોર્ટફોલિયોમાં ડાઉનસ્ટ્રીમ ક્ષમતાઓનું નિર્માણ કરવા રોકાણ કરાશે. જેમાં કંપની ભરૂચ પ્લાન્ટમાં આ રોકાણ કરશે.

ભરૂચ પ્લાન્ટ ખાતે એલ્યુમિનિયમ ક્લોરાઇડની ક્ષમતામાં 32,850 TPAનો વધારો કરાશે. આ પ્રોજેક્ટનો અમલ 24 મહિનાના સમયગાળામાં કરાશે.

આ રોકાણના ભાગરૂપે, કંપની તેની વર્તમાન અને નવી પ્રોડક્ટસ માટે અત્યાધુનિક મલ્ટીપરપઝ પ્રોડક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D)સેન્ટરની સ્થાપના કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કંપની બોર્ડએ કેમિકલ બિઝનેસ માટે જાન્યુઆરી 2019માં રૂ. 1070 કરોડનાં રોકાણને મંજૂરી આપી હતી. કોરોના મહામારીને કારણે આ રોકાણ મુલ્તવી રખાયું હતું. જેથી હવે 120 મેગાવોટ પાવર પ્લાન્ટ, 2021-22ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં શરુ થાય તેવી ધારણા છે. 700 TPD કોસ્ટીક સોડા પ્લાન્ટ અને 500 TPD ફ્લેકરની અમલીકરણ યોજના સમય જતાં શરુ કરાશે.

DCM ભારતની બીજા નંબરની સૌથી મોટી ક્લોર આલ્કલી ઉત્પાદક કંપની છે. જે તેની ભરૂચ અને કોટા ઉત્પાદન સુવિધામાં આશરે 6,50,000 TPAની વર્તમાન ક્ષમતા ધરાવે છે. ભરૂચ પ્લાન્ટ ભારતનો સૌથી મોટો એકમાત્ર ક્લોર આલ્કલી પ્લાન્ટ છે અને તે જરૂરી સંકલન ક્ષમતા સાથે હજી વિસ્તાર પામશે.

કંપની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ, શેખર ખાનોલકરે આ અંગે જણાવ્યું કે, આ રોકાણ અમારી ક્લોરિન ઉપયોગ ક્ષમતાને મજબૂતાઈ પૂરી પાડશે. અને, DCM માટે વેલ્યુ એડેડ બિઝનેસમાં પ્રવેશવા માટેનો માર્ગ મોકળો કરશે.

Next Article