ભારતીય શેરબજારોમાં સિમેન્ટ કંપનીઓના શેર મજબૂત સ્થિતિમાં, આર્થિક મંદીમાં પણ સિમેન્ટની વધતી માંગ રોકાણકારોને લાભ અપાવશે

|

Oct 14, 2020 | 3:33 PM

૯ દિવસની  તેજી બાદ આજે ભારતીય શેરબજારમાં નરમાશ દેખાઈ રહી છે. કોરોના આર્થિક મંદીમાં પણ સિમેન્ટ શેરએ તેજી જાળવી રાખી હતી. કોરોનાકાળમાં તમામ સેક્ટર ઠપ્પ રહ્યા પરંતુ નિર્માણકાર્યો ધીમી ગતિએ ચાલતા રહ્યા અને અનલોકમાં પણ  તે બાદમાં તેજી પણ પકડી રહ્યા છે. સરકાર અનલોક દરમ્યાન રાહતો આપી રહી છે. નિર્માણ ક્ષેત્ર ધીરેધીરે પણ આગળ ધપતું […]

ભારતીય શેરબજારોમાં સિમેન્ટ કંપનીઓના શેર મજબૂત સ્થિતિમાં, આર્થિક મંદીમાં પણ સિમેન્ટની વધતી માંગ રોકાણકારોને લાભ અપાવશે

Follow us on

૯ દિવસની  તેજી બાદ આજે ભારતીય શેરબજારમાં નરમાશ દેખાઈ રહી છે. કોરોના આર્થિક મંદીમાં પણ સિમેન્ટ શેરએ તેજી જાળવી રાખી હતી. કોરોનાકાળમાં તમામ સેક્ટર ઠપ્પ રહ્યા પરંતુ નિર્માણકાર્યો ધીમી ગતિએ ચાલતા રહ્યા અને અનલોકમાં પણ  તે બાદમાં તેજી પણ પકડી રહ્યા છે. સરકાર અનલોક દરમ્યાન રાહતો આપી રહી છે. નિર્માણ ક્ષેત્ર ધીરેધીરે પણ આગળ ધપતું રહ્યું છે. કન્સ્ટ્રક્શન વર્ક ઠપ્પ ન થવાથી સિમેન્ટની માગ પણ વધતી રહી છે.

નિફ્ટી -50 ઇન્ડેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ  ૪ ટકા અને શ્રી સિમેન્ટના શેર 3 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યા  છે. બંને શેર ઈંડેક્સમાં ટોપ gainers છે.  આ બે કંપનીઓ ઉપરાંત રેમ્કો સિમેન્ટ અને અંબુજા સિમેન્ટના શેરમાં પણ ૪ ટકા વૃદ્ધિ નોંધાઈછે. એસીસીના શેરમાં 3% ની તેજી છે. સિમેન્ટ શેરની સારી સ્થિતિ પાછળ મોટી માત્રામાં સિમેન્ટની ખપત જવાબદાર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બજારમાં સિમેન્ટ શેર્સમાં તેજીના પગલે બજારના નિષ્ણાતો દ્વારા રોકાણકારો આ સેક્ટર તરફ ધ્યાન આપવા સલાહ આપી રહ્યા છે  લાર્જકેપમાં અલ્ટ્રાટેક સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ માટે ખરીદારીનો કોલ અપાઈ રહ્યોય છે.મિડકેપમાં જેકે સિમેન્ટ અને બિરલા કોર્પ માટે સલાહ આપવામાં આવી રહી છે.  30 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબરના સમયગાળામાં BSE સેંસેક્સ 2605 અને નિફ્ટી 731 અંક  ઉપર વધ્યો  છે. નિફ્ટી -50 ઇન્ડેક્સમાં સિમેન્ટ સ્ટોક્સ અલ્ટ્રાટેક સિમેન્ટ અને શ્રી સિમેન્ટના શેર ટોચના ગેનર રહી ચુક્યા છે.

નિષ્ણાંતો દ્વારા અપાઈ રહેલ ટાર્ગેટ પ્રાઈસના અનુમાન
અલ્ટ્રાટ્રેક સિમેન્ટ   ૫૧૫૦
રૈમકો  સિમેન્ટ       ૯૦૦
શ્રી સિમેન્ટ            ૨૩૦૦૦
એસીસી                ૧૯૦૦
અંબુજા સિમેન્ટ    ૩૦૦

નોંધ :- અહેવાલ આપને માત્ર માહિતી પુરી પાડી રહ્યો છે. રોકાણ કરતા પહેલા આપણા આર્થિક સલાહકારની મદદ જરૂર લેવી. રોકાણના નફા કે ખોટ માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહિ

Published On - 3:33 pm, Wed, 14 October 20

Next Article