ભારતને ઘેરવા ચીટર ચીનની બાંગ્લાદેશને ખોળે બેસાડવાની મેલી રમત, કોરોનાંની રસી ચીને બંધ કરી પૈૈસા માગતા બાંગ્લાદેશે કહ્યું કે તે કોઈ એક રસી પર નિર્ભર નથી

|

Oct 08, 2020 | 4:18 PM

ચીન નાના દેશોને પહેલા આર્થિક મદદ કરે છે અને બાદમાં તેમને પોતાની જાળમાં ફસાવી દે છે. ચીને બાંગ્લાદેશને પણ મિત્રતાની જાળમાં ફસાવી પોતાના ઈશારે નાચનારી કઠપૂતળી બનાવવાના કારસા રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, બાંગ્લાદેશે  મચક આપી નથી. તાજેતરમાંજ  ચીનના રાષ્ટ્ર પ્રમુખ શિ જિનપિંગ બાંગ્લાદેશ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવી ઊંચાઈએ લઈ જવાનું નિવેદન આપ્યું […]

ભારતને ઘેરવા ચીટર ચીનની બાંગ્લાદેશને ખોળે બેસાડવાની મેલી રમત, કોરોનાંની રસી ચીને બંધ કરી પૈૈસા માગતા બાંગ્લાદેશે કહ્યું કે તે કોઈ એક રસી પર નિર્ભર નથી

Follow us on

ચીન નાના દેશોને પહેલા આર્થિક મદદ કરે છે અને બાદમાં તેમને પોતાની જાળમાં ફસાવી દે છે. ચીને બાંગ્લાદેશને પણ મિત્રતાની જાળમાં ફસાવી પોતાના ઈશારે નાચનારી કઠપૂતળી બનાવવાના કારસા રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, બાંગ્લાદેશે  મચક આપી નથી. તાજેતરમાંજ  ચીનના રાષ્ટ્ર પ્રમુખ શિ જિનપિંગ બાંગ્લાદેશ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવી ઊંચાઈએ લઈ જવાનું નિવેદન આપ્યું અને બીજી તરફ ચીનની સિનોવેક કંપનીએ પોતાની કોરોના વાયરસ વેક્સીનની ટ્રાયલ બાંગ્લાદેશમાં બંધ કરી ચીનની કંપનીએ ટ્રાયલ માટે રૂપિયા માંગ્યા  છે.

ચીનની કંપનીએ બાંગ્લાદેશને કહ્યું છે કે જો બાંગ્લાદેશે કોરોના વેક્સીનની ટ્રાયલ કરાવી હશે તો તેમણે ફન્ડિંગ કરવું પડશે. દુનિયાભર હાલમાં વેક્સીન બનાવતી ઘણી કંપનીઓ પોતાના રૂપિયાથી બીજા દેશોમાં ફ્રી ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. ચીને પણ ઓછામાં ઓછા 11 દેશોમાં પોતાની કોરોના વાયરસ વેક્સીનની ટ્રાયલ ફ્રીમાં કરી રહ્યા છે પણ બાંગ્લાદેશને દાબમાં રાખવા આ  નાના અને આર્થિક રીતે નબળા દેશ પાસેથી રૂપિયા માંગવા ચીન ચાલ ચાલવાની ફિરાકમાં દેખાય છે

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

.ચીનનો દાવ ત્યારે ઊંધો પડ્યો જયારે બાંગ્લાદેશે નિવેદન આપ્યું કે તેઓ સિનોવેક પર આધારીત નથી. સરકાર વેક્સીન વિકસિત થયા બાદ અન્ય તમામ વિકલ્પો શોધી નાખવામાં આવશે . ચીની કંપની સિનોવેકે ફંડિંગની રકમ જણાવી નથી. આ કંપનીની વેબસાઈટ ઉપરથી બાંગ્લાદેશમાં ટ્રાયલ અંગેની વિગતો પણ દૂર કરી દેવાઈ છે.

ચીન પોતાના અબજો ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવમાં બાંગ્લાદેશને સામેલ કરવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. આ યોજના થકી વાયા બાંગ્લાદેશ ખાડી સુધી  ચીન પોતાની પહોંચ વધારવા ઈચ્છે છે. આ માર્ગમાં ભારતના ઘણા નેવલ બેઝ છે. ચીનનો મનસૂબો બાંગ્લાદેશને પ્રેમથી અથવા દબાણથી પક્ષમાં કરી ભારતને ઘેરવાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:15 pm, Thu, 8 October 20

Next Article