વિદેશીઓને લાગ્યો ચોખાનો ચસ્કો ! ભારતીય ‘બાસમતી’ આગળ અમેરિકન ‘ટેક્સમતી’ પણ ફેલ, શું ટ્રમ્પ વધારાનો ટેરિફ લાદશે કે પછી…?

અમેરિકામાં બાસમતી ચોખાએ બજારમાં દબદબો બનાવી લીધો છે. અમેરિકાના લોકો ભારતીય ચોખાના સુગંધ અને સ્વાદને પસંદ કરી રહ્યા છે. આ બધા વચ્ચે હવે પ્રશ્ન એ છે કે, શું ટ્રમ્પ આ પર વધારાનો ટેરિફ લાદશે?

વિદેશીઓને લાગ્યો ચોખાનો ચસ્કો ! ભારતીય બાસમતી આગળ અમેરિકન ટેક્સમતી પણ ફેલ, શું ટ્રમ્પ વધારાનો ટેરિફ લાદશે કે પછી...?
Image Credit source: AI Generated
| Updated on: Dec 12, 2025 | 5:20 PM

ભારતીય બાસમતી ચોખાની સુગંધ અમેરિકન ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. સમગ્ર અમેરિકન બજારમાં ચોખાની ખૂબ માંગ છે. આ જ કારણ છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય ચોખા પર વધારાના ટેરિફ લાદવાની હાકલ કરી રહ્યા છે.

ટ્રમ્પે ભારત પર તેમના દેશમાં હલકી ગુણવત્તાવાળા બાસમતી ચોખા ડમ્પ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતીય નિકાસકારોએ ટ્રમ્પના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું ‘ચેતવણી’ આપી?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, તેઓ Agricultural Imports પર નવા ટેરિફ લાદી શકે છે. એવા આરોપો હતા કે, વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ ‘ભારત’ અમેરિકામાં ચોખાની ડમ્પિંગ કરી રહ્યો છે.

જો કે, આ વાત સંપૂર્ણપણે વિપરીત છે, કારણ કે 1960 ના દાયકામાં, જ્યારે ‘ભારત’ લાખો ભૂખ્યા લોકોને ભોજન આપવા માટેની અન્ન સહાય શોધી રહ્યું હતું, ત્યારે અમેરિકાએ ભારતને નબળી ગુણવત્તાવાળા ઘઉંનો સપ્લાય કર્યો.

‘APEDA’ એ શું જણાવ્યું?

વર્ષ 2024-25 માં Agricultural and Processed Food Products Export Development Authority દ્વારા જાણવા મળ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય એગ્રી-ફૂડ એક્સપોર્ટ $1.93 બિલિયન સુધી પહોંચી હતી.

આમાં બાસમતી ચોખા ($337 મિલિયન), અનાજ ઉત્પાદનો ($161 મિલિયન) અને કઠોળ ($66 મિલિયન) નો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતે યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધપાત્ર પ્રમાણમાં ચોખાની નિકાસ પણ કરી હતી.

ચોખાની આયાતમાં ભારતનો હિસ્સો કેટલો?

અમેરિકાના ઇમ્પોર્ટ ડેટા અનુસાર, અમેરિકાના ચોખાની આયાતમાં ભારતનો હિસ્સો વર્ષ 2017 માં 25.6 ટકા અને વર્ષ 2024 માં 25.9 ટકા પર યથાવત રહ્યો હતો, જ્યારે અમેરિકાના ચોખાની કુલ આયાત બમણાથી વધુ વધીને $1.6 બિલિયન થઈ ગઈ હતી.

અમેરિકન બજારો પર કબજો જમાવ્યો

એક સમય હતો જ્યારે અમેરિકા ભારતમાં ખરાબ ગુણવત્તાવાળા ઘઉં મોકલતું હતું પરંતુ આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ભારત ઘઉં અને ચોખાનો નિકાસ કરતો દેશ બની ગયો છે.

ભારતના બાસમતીએ અમેરિકન બજારો પર એટલી હદે કબજો જમાવ્યો કે, અમેરિકાએ તેને બચાવવા માટે ‘ટેક્સમતી’ અને ‘જસમતી’ જેવી ચોખાની નવી જાતો બનાવી પરંતુ તેનો સ્વાદ ‘બાસમતી’ જેવો નથી. હવે આવું હોવા છતાં પણ અમેરિકા ભારતની બાસમતીનો મુકાબલો કરી શકતું નથી.

બાસમતી નિકાસ (2024–25)

  • કુલ: 60.65 લાખ ટન
  • યુનાઇટેડ સ્ટેટ્સમાં: 2.74 લાખ ટન (≈ 4.5%)

બાસમતી સિવાયની નિકાસ:

  1. કુલ: 141.30 લાખ ટન
  2. યુનાઇટેડ સ્ટેટ્સમાં: 0.61 મિલિયન ટન (≈ 0.4%)

આ ટ્રેન્ડ ચાલુ નાણાકીય વર્ષમાં પણ ચાલુ છે: અમેરિકા ભારતના ચોખાના શિપમેન્ટનો માત્ર 1-2% હિસ્સો લે છે.

‘ભારત’ કેટલા દેશોમાં ચોખાની નિકાસ કરે છે?

ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર (Rice Exporter) દેશ છે અને દુનિયાભરમાં ચોખા નિકાસના 40 ટકાનો પુરવઠો પૂરો પાડે છે. APEDA મુજબ, ભારત 172 થી વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે.

જો કે, ખાડી દેશો (Gulf Countries) બાસમતી માટે મુખ્ય બજાર રહ્યા છે, ત્યારે આફ્રિકન દેશો ઝડપથી વિકસતા ખરીદદારો તરીકે ઉભરી આવ્યા છે. ઉદાહરણ તરીકે, પશ્ચિમ આફ્રિકાના એક દેશ બેનિને ગયા વર્ષે 60,000 ટનથી વધુ બાસમતી ચોખાની આયાત કરી હતી.

ભારતે વર્ષ 2024-25 માં કેટલા ટન ચોખાનું ઉત્પાદન કર્યું?

ભારતે વર્ષ 2024-25 માં 15 કરોડ ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું, જે વૈશ્વિક ઉત્પાદનના 28% જેટલું હતું અને સુધારેલા બિયારણ, કૃષિ ટેકનોલોજી અને સિંચાઈને કારણે ઉપજ 2.72 ટન/હેક્ટર (2014-15) થી વધીને 3.2 ટન/હેક્ટર (2024-25) થઈ હતી.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.