Bank Strike: SBI સહિત દેશની સરકારી બેંકોમાં આજથી બે દિવસની હડતાલ રહેશે

|

Mar 15, 2021 | 7:17 AM

Bank Strike: દેશની સરકારી અને ગ્રામીણ બેંકોમાં બે દિવસ સુધી કોઈ કામગીરી થશે નહીં. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ-યુએફબીયુના બેનર હેઠળ 9 યુનિયન દ્વારા 15 માર્ચ અને 16 માર્ચે હડતાલની ઘોષણા કરવામાં આવી છે.

Bank Strike: SBI સહિત દેશની સરકારી બેંકોમાં આજથી બે દિવસની હડતાલ રહેશે
Bank Strike

Follow us on

Bank Strike: દેશની સરકારી અને ગ્રામીણ બેંકોમાં બે દિવસ સુધી કોઈ કામગીરી થશે નહીં. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ-યુએફબીયુના બેનર હેઠળ 9 યુનિયન દ્વારા 15 માર્ચ અને 16 માર્ચે હડતાલની ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશની ઘણી બેંકોનું ખાનગીકરણ કરવાની દરખાસ્ત કરી છે, જેની સામે બેંક હડતાલની ઘોષણા કરવામાં આવી છે.

SBI સહિત દેશની ઘણી PSU બેંકો આ હડતાલમાં જોડાઇ રહી છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન -એએબીઇએના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલામે દાવો કર્યો હતો કે લગભગ 10 લાખ બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાશે.

સોમવાર, મંગળવાર, 15 અને 16 માર્ચે બેંકની હડતાલને કારણે કામને અસર થશે. સરકારે બજેટ 2021 માં બે સરકારી બેંકો અને વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે તેના વિરોધમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, IBOC, NOBW, NOBO અને AINBOF જેવા બેંક યુનિયનો તરફ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

SBI સહિત બેંકોનું કામ ઠપ્પ રહેશે
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI, કેનરા બેંક સહિતની ઘણી બેંકોએ તેમના ગ્રાહકોને આ વિશેની માહિતી આપી છે. થોડા દિવસો પહેલા પણ કહ્યું હતું કે, હડતાલની અસર બેંકિંગ કામગીરી પર જોવા મળશે. ઉલ્લેખની છે કે કામગીરીને અસર ન પડે તે માટે ઘણાં વિશેષ પગલાં પણ લેવામાં આવ્યા છે.

હવે દેશમાં 12 સરકારી બેંકો
હાલમાં દેશમાં 12 સરકારી બેંકો છે. બજેટની ઘોષણા પછી તેમની સંખ્યા ઘટીને 10 કરી દેવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22માં બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષ માટે સરકારે રૂ. 1.75 લાખ કરોડનું વિનિવેશ અને ખાનગીકરણનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર આગામી દિવસોમાં જાહેર ક્ષેત્રની વધુ બેંકોનું ખાનગીકરણ કરી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં દેશમાં ફક્ત 4 સરકારી બેંકો હશે.

Next Article