Bank of India નું એલર્ટ : કરો આ અપડેટ નહી તો 21 એપ્રિલથી સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડશે

|

Mar 20, 2021 | 7:33 PM

બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India) એ તેના ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ 21 એપ્રિલ 2021 પહેલાં કાર્ડ શિલ્ડ એપ્લિકેશન (Card Shield Application)ને અપડેટ કરી લો કારણ કે તે 22 એપ્રિલથી કામ કરશે નહીં.

Bank of India નું એલર્ટ : કરો આ અપડેટ નહી તો 21 એપ્રિલથી સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડશે
બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India) એ તેના ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ 21 એપ્રિલ 2021 પહેલાં કાર્ડ શિલ્ડ એપ્લિકેશન (Card Shield Application)ને અપડેટ કરી લો

Follow us on

બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India) એ તેના ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ 21 એપ્રિલ 2021 પહેલાં કાર્ડ શિલ્ડ એપ્લિકેશન (Card Shield Application)ને અપડેટ કરી લો કારણ કે તે 22 એપ્રિલથી કામ કરશે નહીં. બેંકે આ માહિતી તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરી આપી છે. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે, બેંક તેના ગ્રાહકોને ડેબિટ કાર્ડ પર મોનીટરીંગ અને નિયંત્રણની સુવિધા આપે છે. બેંકે હવે આ સેવાને BOI મોબાઇલ એપ્લિકેશન અને ઇન્ટરનેટ બેંકિંગ સાથે ઇન્ટિગ્રેટ કરી છે.

 

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

બેંક ઓફ ઇન્ડિયાએ આ માટેની લિંક પણ શેર કરી છે જેના દ્વારા આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. બેંકે સ્પષ્ટ કહ્યું છે કે હવે આ સેવાનો લાભ મોબાઇલ બેન્કિંગ દ્વારા મેળવી શકાય છે. કાર્ડ શીલ્ડ હેઠળ વપરાશકર્તાઓનું તેમના કાર્ડ પર સંપૂર્ણ નિયંત્રણ છે. ડેબિટ કાર્ડ ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલું વાપરવું, ગ્રાહક આ એપ્લિકેશનની સહાયથી કસ્ટમાઈઝડ કરી શકે છે. જો તમારું કાર્ડ અચાનક મિસપ્લેસ થઈ જાય તો પછી આ એપ્લિકેશનની મદદથી કાર્ડને બંધ કરી શકાય છે. ઓનલાઇન વ્યવહાર થાય ત્યારે તમને સૂચના મળશે.

બેંક ઓફ ઇન્ડિયા પણ કાર્ડ શિલ્ડ હેઠળ Transactions Near You આપશે. આમાં, My Location વિકલ્પ ચાલુ કરવા પર કાર્ડનો ઉપયોગ ફક્ત તે જ સ્થળોએ થઈ શકે છે જ્યાં કાર્ડ ધારક પોતે હાજર હોય. આ સિવાય કાર્ડની મર્યાદા પણ નક્કી કરી શકાય છે. આ સુવિધાની મદદથી તમારા બાળકો કાર્ડનો દુરૂપયોગ કરી શકશે નહીં.

Published On - 7:33 pm, Sat, 20 March 21

Next Article