બેન્ક ઓફ બરોડાનો નફો પ્રથમ ક્વાર્ટરમાં 79% વધ્યો, આવકમાં પણ થયો વધારો

|

Jul 31, 2022 | 11:04 AM

ચાલુ નાણાકીય વર્ષના (financial year) પ્રથમ ક્વાર્ટરમાં બેન્ક ઓફ બરોડાનો (Bank of Baroda) ચોખ્ખો નફો 79 ટકા વધીને 2,168 કરોડ થયો છે. બેડ લોનમાં ઘટાડો થવાને કારણે બેંકનો નફો વધ્યો છે.

બેન્ક ઓફ બરોડાનો નફો પ્રથમ ક્વાર્ટરમાં 79% વધ્યો, આવકમાં પણ થયો વધારો
Bank of Baroda (Symbolic Image)

Follow us on

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાનો (Bank of Baroda) ચોખ્ખો નફો 79 ટકા વધ્યો છે. આ સાથે નફો 2,168 કરોડ રૂપિયા રહ્યો છે. બેડ લોનમાં ઘટાડો થવાને કારણે બેંકનો નફો વધ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં બેન્કનો ચોખ્ખો નફો રૂ. 1,208 કરોડ હતો. બેંકે શનિવારે સ્ટોક એક્સચેન્જને (stock exchanges) આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં બેંકની કુલ આવક વધીને 20,119.52 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગયા વર્ષે 19,915.83 કરોડ રૂપિયા હતી.

બેંકના વ્યાજથી આવકમાં વધારો

આ સમયગાળા દરમિયાન બેંકની વ્યાજની આવક પણ વધીને 18,937.49 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં તે રૂ. 17,052.64 કરોડ હતો. પ્રથમ ક્વાર્ટરમાં બેન્કની બિન-વ્યાજ આવક 12 ટકા વધીને રૂ. 8,838 કરોડ થઈ છે. બેંકની ફીની આવકમાં પણ 15 ટકાનો વધારો થયો છે.

જોકે, કામગીરીમાંથી બેન્કનો નફો 19 ટકા ઘટીને રૂ. 4,528 કરોડ થયો હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 5,707 કરોડ હતો. એસેટ ક્વોલિટી મોરચે, બેંકની એકંદર નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)માં જૂન ક્વાર્ટરમાં સુધારો જોવા મળ્યો હતી. તે છેલ્લા ક્વાર્ટરમાં 6.26 ટકા છે, જે ગયા વર્ષે 8.86 ટકા હતો. ગ્રોસ એનપીએ અથવા બેડ લોન ગયા વર્ષના જૂન ક્વાર્ટરમાં રૂ. 63,028.78 કરોડથી ઘટીને જૂન 2022માં રૂ. 52,590.83 કરોડ થઈ ગઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બેંકની NPA ઘટી

નેટ એનપીએ પણ 3.03 ટકાથી ઘટીને 1.58 ટકા થઈ છે. પરિણામે, બેડ લોન અને આકસ્મિકતા માટેની જોગવાઈ પણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,005.40 કરોડથી ઘટીને રૂ. 1,684.80 કરોડ થઈ હતી.

તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાએ હાલમાં જ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દરો 28 જુલાઈ, 2022થી અમલમાં આવ્યા છે. બેંક ઓફ બરોડાએ અલગ-અલગ મુદતની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા દરો અનુસાર, આ બેંક તેના સામાન્ય ગ્રાહકોને 3 ટકાથી 5.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3.50 ટકાથી 6.50 ટકા વ્યાજ આપી રહી છે.

રેપો રેટમાં વધારા બાદ FDના દરમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રેપો રેટમાં વધારાને કારણે રિટેલ લોન મોંઘી થઈ છે. હોમ લોન વગેરેની EMI વધી છે.

Next Article