Bank Holidays : આ અઠવાડિયે ક્યા દિવસે બેંકો બંધ રહેશે?યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

|

Jan 23, 2023 | 8:22 AM

તમામ રાજ્યોમાં બેંકોની રજાઓ(Bank Holidays)ની યાદી એક સરખી નથી હોતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર તમામ રાજ્યોની રજાઓની યાદી અલગ-અલગ છે. આ રજાઓની સંપૂર્ણ યાદી આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે.

Bank Holidays : આ અઠવાડિયે ક્યા દિવસે બેંકો બંધ રહેશે?યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
Bank Holidays in January 2023

Follow us on

દેશની બેંકોમાં આ વર્ષે તહેવાર અને રાષ્ટ્રીય રજાઓ દરમ્યાન  ઘણી રજાઓ રહેશે. બેંકની રજાઓ તેની શાખા કયા રાજ્યમાં આવેલી છે તેના પર આધાર રાખે છે. કેટલીક રજાઓ માત્ર રાજ્ય મુજબની હોય છે જ્યારે કેટલીક રાષ્ટ્રીય સ્તરની હોય છે. ચાલુ સપ્તાહમાં ઘણા દિવસ બેંકો બંધ રહેશે. જો તમારી પાસે બેંકને લગતું કોઈ કામ હોય તો રજની યાદી તપાસીને કામનુંપ્લાનીંગ કરવું હિતાવહ રહેશે. જો તમે આમ ન કરો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.ભારતમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.આ ઉપરાંત દર રવિવારે પણ બેંકમાં રજા  હોય છે. જો મહિનામાં 5 શનિવાર હોય તો બેંકો પાંચમા શનિવારે ખુલ્લી રહે છે.

દર મહિને દેશના અલગ-અલગ રાજ્યોમાં બેંકોની રજાઓ અલગ-અલગ હોય છે.આજકાલ બેંકનું મોટા ભાગનું કામ ઘરે બેસીને થાય છે પરંતુ હજુ પણ ઘણા કામો માટે બેંકની શાખામાં જવું પડે છે. આવી સ્થિતિમાં તમારા માટે બેંકોની રજાઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે જેથી અસુવિધાથી બચી શકાય.

આ તારીખે બેંકો બંધ રહેશે

  • 23 જાન્યુઆરી 2023 – નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિના કારણે આસામમાં બેંક રજા રહેશે.
  • 25 જાન્યુઆરી 2023 – હિમાચલ પ્રદેશમાં બેંકો માટે રજા રહેશે.
  • 26 જાન્યુઆરી 2023 – પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, દેશભરની બેંકો માટે રજા રહેશે.
  • 28 જાન્યુઆરી 2023 – મહિનાના ચોથા શનિવારના દિવસે બેંકોમાં રજા રહેશે.
  • 29 જાન્યુઆરી 2023 – રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 31 જાન્યુઆરી 2023 – આસામમાં બેંકો માટે રજા રહેશે.

સત્તાવાર રીતે માત્ર 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓક્ટોબરને રાષ્ટ્રીય રજાઓ તરીકે ગણવામાં આવે છે. આ દિવસે દેશભરમાં બેંકો બંધ રહે છે. આ સિવાય હોળી, દિવાળી, રક્ષાબંધન વગેરે પર દેશના મોટાભાગના ભાગોમાં બેંકો બંધ રહે છે. આ ઉપરાંત ગુડ ફ્રાઈડે, નાનક જયંતિ, ઈદ અને ક્રિસમસ એ મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેંક રજાઓ છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

હવે મોટાભાગના કામ ઓનલાઇન થાય છે

ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંકોમાં રજા હોય તેવા દિવસોમાં ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહે છે. આ સાથે બેંક ગ્રાહકો માટે એટીએમની સેવા પણ પહેલાની જેમ ચાલુ રહે છે જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. હાલના સમયમાં મોટાભાગના કામ ઓનલાઇન થઇ શકે છે. માત્ર જૂજ કામ એવા છે જે માટે તમારે ફરજીયાત બેંકની શાખામાં જવાની ફરજ પડે છે.

Next Article