Bank Holiday: આગામી 6 દિવસમાં માત્ર એકજ દિવસ બેન્ક ખુલશે , કરી લો પ્રોપર પ્લાનિંગ નહી તો પડશો મુશ્કેલીમાં

|

Mar 11, 2021 | 7:34 AM

Bank Holiday : આજથી 6 દિવસમાં એકજ દિવસ બેન્ક ખુલ્લી રહેશે.આજે મહાશિવરાત્રી પર્વ છે. શુક્રવારના ચાલુ દિવસ બાદ શનિ - રવિની રજા અને ત્યાર બાદ સોમવાર, મંગળવાર, 15 અને 16 માર્ચે બેંકની હડતાલ છે.

Bank Holiday: આગામી 6 દિવસમાં માત્ર એકજ દિવસ બેન્ક ખુલશે , કરી લો પ્રોપર પ્લાનિંગ નહી તો પડશો મુશ્કેલીમાં
Bank Holidays March 2021

Follow us on

Bank Holiday : આજથી 6 દિવસમાં એકજ દિવસ બેન્ક ખુલ્લી રહેશે.આજે મહાશિવરાત્રી પર્વ છે. શુક્રવારના ચાલુ દિવસ બાદ શનિ – રવિની રજા અને ત્યાર બાદ સોમવાર, મંગળવાર, 15 અને 16 માર્ચે બેંકની હડતાલ છે. તો બેન્કના કામકાજ પતાવવા માત્ર શુક્રવાર મળશે

આજની શિવરાત્રીના પર્વની રજા બાદ શુક્રવાર, 12 માર્ચ, બધી બેંકો ખુલ્લી રહેશે. 13 માર્ચ એ મહિનાનો બીજો શનિવાર છે તેથી બેંકો બંધ રહેશે. 14 માર્ચને રવિવાર છે તો બેંકો બંધ છે. આ ઉપરાંત સોમવાર, મંગળવાર, 15 અને 16 માર્ચે બેંકની હડતાલને કારણે કામને અસર થશે. સરકારે બજેટ 2021 માં બે સરકારી બેંકો અને વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે તેના વિરોધમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, IBOC, NOBW, NOBO અને AINBOF જેવા બેંક યુનિયનો તરફ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

કામકાજ પર અસર થશે
હડતાલ પર કેનેરા બેંકે તાજેતરમાં કહ્યું હતું કે તેની કામગીરીને અસર થઈ શકે છે. કેનેરા બેંક વતી કહેવામાં આવ્યું હતું કે અમને ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) તરફથી માહિતી મળી છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એટલે કે UFBU તરફથી 15 અને 16 માર્ચે હડતાલ કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

હવે દેશમાં 12 સરકારી બેંકો
હાલમાં દેશમાં 12 સરકારી બેંકો છે. બજેટની ઘોષણા પછી તેમની સંખ્યા ઘટીને 10 કરી દેવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22માં બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષ માટે સરકારે રૂ. 1.75 લાખ કરોડનું વિનિવેશ અને ખાનગીકરણનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર આગામી દિવસોમાં જાહેર ક્ષેત્રની વધુ બેંકોનું ખાનગીકરણ કરી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં દેશમાં ફક્ત 4 સરકારી બેંકો હશે.

 

Next Article